બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / instead of toothpaste you can also clean your teeth with aloe vera gel amazing effect

ટિપ્સ / વાહ ગજબ.! ટૂથપેસ્ટની જગ્યા આ વસ્તુનો કરો ઉપયોગ, દુર્ગંધની સાથે દાંતની પીળાશ પણ થશે દૂર

Manisha Jogi

Last Updated: 05:30 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોવેરાનો હંમેશા ત્વચા પર ઉપયોગ કરવામાં આવે છે અને ઓરલ હેલ્થ માટે પણ ઉપયોગી છે. એલોવેરાથી દાંતની સફાઈ પણ કરી શકાય છે.

  • એલોવેરા દાંત માટે પણ ફાયદાકારક
  • ટૂથપેસ્ટની જગ્યાએ એલોવેરાથી કરો બ્રશ
  • દાંતની પીળાશ અને મોઢાની દુર્ગંધ થશે દૂર

એલોવેરાને સૌંદર્ય માટે લાભકારક માનવામાં આવે છે. એલોવેરાનો હંમેશા ત્વચા પર ઉપયોગ કરવામાં આવે છે અને ઓરલ હેલ્થ માટે પણ ઉપયોગી છે. એલોવેરાથી દાંતની સફાઈ પણ કરી શકાય છે. સવારે વહેલા ઉઠીને ટૂથપેસ્ટથી બ્રશ કરવાની જગ્યાએ બ્રશ પર એલોવેરા લગાવીને દાંતની સફાઈ કરી શકાય છે. 

aloe vera
aloe vera

પીળાશ દૂર થાય છે-
દાંત પીળા પડી જવા તે ખૂબ જ સામાન્ય વાત છે. સહેજ પણ બેજવાબદારીને કારણે દાંત પીળા થવા લાગે છે. આ પીળાશ દૂર કરવા માટે ફ્રેશ એલોવેરા જેલથી દિવસે બ્રશ કરો. આ પ્રકારે કરવાથી એક અઠવાડિયામાં દાંત સફેદ થઈ જશે. 

clean teeth
clean teeth

ઈન્ફેક્શન દૂર થાય છે-
એલોવેરા જેલથી ત્વચાને સંક્રમણ સામે રક્ષણ મળે છે તથા મોઢામાં પણ અનેક પ્રકારના ઈન્ફેક્શન સામે રક્ષણ મળે છે. એલોવેરામાં રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણને કારણે દાંતમાં ઈન્ફેક્શન થતું નથી. જીભ, પેઢા તથા મોઢાના અન્ય ભાગમાં પણ ઈન્ફેક્શન થતું નથી. 

teeth infection
teeth infection

જીભ પરનું સફેદ પડ દૂર થાય-
જીભ પર જે પણ સફેદ પડ બને છે, તે બેકાર હોય છે. જેના કારણે ઘણી વાર મોઢામાંથી વાસ આવવા લાગે છે અને મોઢાનો ટેસ્ટ પણ અજીબ થઈ જાય છે. એલોવેરા જેલથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. એલોવેરામાં એન્ટીફંગલ ગુણ રહેલા છે, જે જીભ પરનું સફેદ પડ દૂર કરે છે. 

clean toungh
clean toungh

દુર્ગંધ દૂર થાય-
અનેક વાર બ્રશ કરવા છતાં લોકોના મોઢામાંથી વાસ આવે છે. આ પરિસ્થિતિમાં તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. જેથી મોઢુ વધુ સમય સુધી ફ્રેશ રહે છે અને દુર્ગંધ આવતી નથી.

bad smell
bad smell

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ