બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / India's largest shopping mall will be built in Ahmedabad

કવાયત / અમદાવાદમાં બનશે ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ, રૂ.3000 કરોડના રોકાણ સાથે એન્ટ્રી મારશે આ મોટું ગ્રુપ

Priyakant

Last Updated: 10:24 AM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે કંપની રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે

  • અમદાવાદમાં બનશે ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ
  • યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)નું લુલુ ગ્રુપ કરશે 3,000 કરોડનું રોકાણ 
  • શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે

અમદાવાદમાં આગામી દિવસોએ ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ બનશે તેવું સામે આવ્યું છે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ ગુજરાતમાં આવવાની તૈયારી કરી રહ્યું છે. અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે કંપની રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે. 

યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપના માર્કેટિંગ અને સંપર્ક વિભાગના ડિરેક્ટર વી નંદકુમારે જણાવ્યું હતું કે, તમામ આધુનિક સુવિધાઓ સાથે રૂ. 3,000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે. તેમણે કહ્યું કે કોચી (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે. 

આ સાથે નંદકુમારે જણાવ્યું હતું કે, આનાથી રાજ્યમાં 6,000 લોકોને અને પરોક્ષ રીતે 12,000થી વધુ લોકોને રોજગારી મળશે. આ પ્રોજેક્ટના નિર્માણ માટે જમીન સંપાદન અંગેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને આવતા વર્ષની શરૂઆતમાં આ મેગા શોપિંગ મોલનો શિલાન્યાસ કરવામાં આવશે.

ભારતના સૌથી મોટાં શૉપિંગ મૉલમાં શું-શું હશે ? 

અમદાવાદના શોપિંગ મોલમાં 300થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હશે. તેમાં 3,000 લોકોની ક્ષમતા સાથે મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટ, IMAX સાથે 15-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ, બાળકો માટેનું દેશનું સૌથી મોટું મનોરંજન કેન્દ્ર અને અન્ય ઘણા આકર્ષણો હશે. તાજેતરમાં દુબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યુએઈ રોડ શો દરમ્યાન લુલુ ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલનું રૂ. 3,000 કરોડનું રોકાણ તેનું પરિણામ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ