બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / indians travelling abroad dont have covid 19 vaccine choice

મહામારી / કોવેક્સિન, કોવિશિલ્ડ કે સ્પુતનિક ? જાણો વિદેશયાત્રામાં કઈ વેક્સિન કેટલી મદદગાર ! ર !

Hiralal

Last Updated: 09:05 PM, 20 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ જતા ભારતીયો માટે કોવિશિલ્ડ વેક્સિન વધારે ફાયદાકારક છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા દેશોએ કોવિશિલ્ડ વેક્સિનને માન્યતા આપી છે.

  • કોવેક્સિનને 10 થી ઓછા દેશોએ માન્યતા આપી
  • તમામ મોટા દેશોએ કોવિશિલ્ડને માન્યતા આપી
  • વિદેશ જનારા લોકોએ કોવિશિલ્ડ લેવી વધારે હિતાવહ 

કોવિશિલ્ડ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાની વેક્સિન છે પરંતુ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા કંપની એસ્ટ્રાજેનેકાએ તેની વિકસીત કરી છે. જ્યારે કોવેક્સિન સંપૂર્ણ રીતે ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા દેશમાં જ બનેલી છે. 

કોવેક્સિન સમગ્ર ભારતમાં મોટાપાયે લગાડવામાં આવી રહી છે. 10 થી ઓછા દેશોએ તેને સત્તાવાર માન્યતા આપી છે. જે મુખ્ય દેશોમાં ભારતીયો જાય છે ત્યાં  કોવેક્સિને નહીં પણ કોવિશિલ્ડને માન્યતા મળી નથી. તેથી વિદેશ જનાર ભારતીયો માટે કોવિશિલ્ડ વધારે ફાયદાકારક રહે છે.

કોવેક્સિને ઈરાન, નેપાળ, ફિલિપાઈન્સ, મેક્સિકો, ગુએના, પરાગ્વે, ઝીમ્બાવ્વે, તથા મોરિશિયસે માન્યતા આપી છે. પરંતુ કોવિશિલ્ડને તો ઘણા મોટા દેશોએ માન્યતા આપી છે તેથી આ રસી લેવાથી કોઈ તકલીફ નહીં પડે. 

ભારત સહિત દુનિયાભરમાં એસ્ટ્રેજેનેકાની કોરોના વેક્સિન લેનાર કરોડો લોકો માટે સારી ખબર છે. એસ્ટ્રેજેનેકાની વેક્સિનનો બુસ્ટર ડોઝ બનીને તૈયાર થઈ છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવાયેલા આ બુસ્ટર ડોઝે કોરોના વાયરસની સ્પાઈક પ્રોટીનની સામે અત્યંત મજબૂત એન્ટીબોડી પેદા કરી છે.મીડિયા રિપોર્ટ અનુસાર, બૂસ્ટર ડોઝ અંગે થયેલી એક સ્ટડીને ટાંકીને આ રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો છે. આ સારી ખબર એવે સમયે આવી છે કે જ્યારે દુનિયા કોરોના વેરિયન્ટને પહોચી વળવા દર વર્ષે બૂસ્ટર ડોઝ લેવો પડી શકે છે.

ઓક્સફોર્ડનો બૂસ્ટર ડોઝ કોરોનાના તમામ વેરિયન્ટ પર અત્યંત અસરકારક

સ્ટડીમાં ઓક્સફોર્ડનો બૂસ્ટર ડોઝ કોરોના વાયરસના કોઈ પણ વેરિયન્ટ પર અત્યંત અસરકારક હોવાનું ફલિત થયું છે. એડિનોવાયરસનો ઉપયોગ એક કરતા વધારે વખત ન થઈ શકે તેવી ધારણા પણ ખોટી રડી છે. ઉલ્લેખનીય છે સત્તાવાર રીતે આ સ્ટડી પ્રસિદ્ધ થઈ નથી પરંતુ મીડિયા રિપોર્ટમા સૂત્રોને ટાંકીને આ સ્ટડીનો રિપોર્ટ મેળવાયો છે. આ વેક્સિનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને એડિનોવાયરસના પરિવર્તિત સંસ્કરણનો ઉપયોગ કરાયો છે.

વેક્સિનની અસર ઓછી થઈ શકે છે- વૈજ્ઞાનિકોને આશંકા
આ દરમિયાન કેટલાક વૈજ્ઞાનિકોએ એવી પણ શંકા વ્યક્ત કરી છે કે જો કોરોના વેરિયન્ટને પહોંચી વળવા દરેક વર્ષે અનિવાર્ય રીતે બૂસ્ટર ડોઝ લગાડાયો તો તેનાથી વેક્સિનની અસર ઓછી થઈ શકે છે. 

દુનિયાભરમાં હવે બૂસ્ટર ડોઝ ખરીદવાની હોડ શરુ થઈ

દુનિયાભરમાં હવે બૂસ્ટર ડોઝ ખરીદવાની હોડ શરુ થઈ છે. યુરોપીય સંઘે ફાઈઝરની સાથે અબજો ડોઝ ખરીદવાનો કરાર કર્યો છે. ઓક્સફોર્ડની વેક્સિન ભારતમાં કોવિશિલ્ડ નામથી ચાલી રહી છે અને હાલમાં કરોડો લોકો તેનો એક કે બે ડોઝ લઈ ચૂક્યા છે. જોકે લોહી જામી જવાની સમસ્યાને કારણે આ વેક્સિન આખી દુનિયામાં વિવાદમાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ