ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / Indians like to watch porn content, survey reveals

સર્વે 2019 / પ્રતિબંધ હોવા છતાં ભારતીયોને છે પોર્ન જોવાની લત, સર્વેમાં સામે આવી સચ્ચાઈ

Published By: Noor

Last Updated: 06:31 PM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો પોર્ન જોયું જ હશે, ભલે પછી લોકો તેનો સ્વીકાર ન કરે. જોકે, ભારતમાં પોર્ન વેબસાઈટ પર પ્રતિબંધ છે. તેમ છતાં તેને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવી મુશ્કેલ છે, કારણ કે ડિજિટલાઈઝેશનના યુગમાં સ્માર્ટ ગેઝેટ્સની મદદથી યુવાનો સરળતાથી પોર્ન વેબસાઈટ એક્સેસ કરી લે છે. 'ઈન્ડિયા ટુડે સેક્સ સર્વે 2019'માં સામે આવ્યું છે કે 2019માં ભારતીયોએ પોર્ન વેબસાઈટની સર્ફિંગ અને પોર્ન કંટેન્ટ જોવાને લઈને કેટલાક ખુલાસા કર્યા છે.

ADVERTISEMENT

  • ભારતમાં પોર્ન જોવા વિશે થયો સર્વે
  • 79 ટકા ભારતીઓ જુએ છે પોર્ન કંટેન્ટ
  • માત્ર પુરૂષો જ નહીં મહિલાઓ પણ જુએ છે પોર્ન કંટેન્ટ

એક તરફ ભારતમાં પોર્ન કંટેન્ટ બ્લોક કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યાં બીજી બાજુ આ સર્વે મુજબ 79 ટકા ભારતીઓએ નિયમિત રીતે અથવા ક્યારેક-ક્યારેક પોર્ન જુએ છે એવી કબૂલાત કરી છે. આ સર્વેમાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ પણ સામેલ હતી. કિશોરો દ્વારા પોર્ન જોવાને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં નિષ્ણાંતો પોર્ન વેબસાઈટને કિશોરો માટે તેમની કામુક ઈચ્છાઓ સંતુષ્ટ કરવાનો એક પ્લેટફોર્મ માને છે. 

મહિલાઓ પણ જુએ છે પોર્ન

સર્વેમાં સામે આવેલા પરિણામોમાં 85.5 ટકા પુરૂષોએ સ્વીકાર્યું છે કે તેઓ નિયમિત રીતે અથવા તો ક્યારેક-ક્યારેક પોર્ન વીડિયો જુઓ છે. સાથે જ સર્વેમાં જાણવા મળ્યું કે મહિલાઓ પણ આ મામલે પુરૂષો કરતાં પાછળ નથી. સર્વેમાં 71 ટકા મહિલાઓ પોર્ન જોતી હોવાનું સ્વીકાર્યું છે. મહિલાઓનું પોર્ન જોવાનું કારણ પણ પુરૂષો જેવું જ હોઈ શકે છે. 

પોર્નની લતથી વધે છે અસુરક્ષા

સાઈબર નિષ્ણાંત મુજબ, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ, ડેટિંગ પોર્ટલ અને સ્માર્ટફોન એપ મોટાં પ્રમાણમાં સેક્સટોર્શન અને સાઈબર સ્ટોકિંગ જેવા કાર્યોમાં યોગદાન આપે છે. આ સિવાય પોર્નની લતથી ગુનાખોરી પણ વધે છે અને યૌન અસુરક્ષા પણ ઊભી થાય છે. પોર્ન કંટેન્ટ સંબંધોમાં તિરાડ લાવવા માટે પણ જવાબદાર બને છે. 

આ વિશે સાઈકોલોજિસ્ટનું કહેવું છે કે, પોર્નની લત કિશોરોમાં ઝડપથી વધી રહી છે. લોકોને લાગે છે કે આખા દિવસના થાક અને સ્ટ્રેસ પછી શારીરિક સંબંધ બાંધવા કરતાં પોર્ન જોઈને આનંદ ઉઠાવવું વધુ સરળ છે. આ સિવાય ડિજિટલ યુગમાં ઈન્ટરનેટને કારણે કિશોરોના યૌન વ્યવહારમાં પણ ઘણાં ફેરફાર જોવા મળે છે. અત્યારે યૌન સંબંધો વિશે સલાહ લેનાર લોકોની સંખ્યામાં પણ પહેલાં કરતાં વધારો જોવા મળી રહ્યો છે. 

ભારતમાં 53 ટકા લોકો પાર્ટનરની વર્જિનિટીને ગંભીરતાથી લે છે

સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે ભારતીયો વર્જિનિટીના મામલે આજે પણ ખૂબ જ સીરિયસ છે. સેક્સ સર્વે 2019 મુજબ, ભારતમાં 53 ટકા લોકો તેમના પાર્ટનરની વર્જિનિટીને ગંભીરતાથી લે છે.  શું તમે ક્યારેય તમારા પાર્ટનરને દગો આપવાનું વિચાર્યું છે? ઈન્દોરમાં 85 ટકા લોકોએ આ પ્રશ્નના જવાબમાં હા કહ્યું, લખનઉમાં હા કહેવાવાળાની સંખ્યા 46.5 ટકા અને ગુરૂગ્રામમાં 42.6 ટકા હતી. આ સેક્સ સર્વે 4028 લોકોની સાથે વાતચીત પર આધારિત છે. જેમાં ત્રણ આયુ વર્ગ 14-29, 30-49 અને 50-69 વર્ષના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Content Porn Sex Survey indians relationship પ્રતિબંધ બોલ્ડ કંટેન્ટ ભારતીયો રિલેશનશિપ Survey 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ