બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Indian Women Billionaires Forbe's Rich List 2023 Savitri Jindal Richest Women In India Roshani Nadar Malhotra Rekha Jhunjhunwala Falguni Nayar

ફોર્બ્સ રિપોર્ટ / 'લક્ષ્મીજી સાક્ષાત પ્રસન્ન' દેશની 5 સૌથી વધુ અરબપતિ મહિલાઓ, ભલભલા કરોડપતિઓ ભરે છે પાણી, જુઓ એવું તો શું કરે છે કામ

Pravin Joshi

Last Updated: 06:54 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓની વાત કરીએ તો ઓપી જિંદાલ ગ્રુપના ચેરમેન સાવિત્રી જિંદાલનો વિજય થયો છે. તેમને દેશના સૌથી અમીર લોકોની યાદીમાં છઠ્ઠા નંબર પર રાખવામાં આવ્યા છે, જ્યારે મહિલાઓની યાદીમાં તેઓ નંબર વન છે.

  • વિશ્વમાં ભારતીય મહિલાઓનો ડંકો
  • સાવિત્રી જિંદાલ અમીર લોકોની યાદીમાં છઠ્ઠા નંબરે
  • રોશની નાદર મલ્હોત્રાની કુલ નેટવર્થ રૂ.84,330 કરોડ  
  • રેખા ઝુનઝુનવાલા, ફાલ્ગુની નાયરનો પણ ડંકો
  • કિરણ મઝુમદાર-શૉ અમીર મહિલાઓની યાદીમાં સામેલ 

જ્યારે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને ફોર્બ્સની બિલિયોનેર્સ લિસ્ટ 2023માં એશિયાના સૌથી અમીરનો તાજ મળ્યો છે, ત્યારે બ્રોકિંગ ફર્મ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ દેશના સૌથી યુવા અબજોપતિ તરીકે ઉભરી આવ્યા છે. આ દરમિયાન મહિલાઓની વાત કરીએ તો ઓપી જિંદાલ ગ્રુપના ચેરમેન સાવિત્રી જિંદાલનો વિજય થયો છે. તેમને દેશના સૌથી અમીર લોકોની યાદીમાં છઠ્ઠા નંબર પર રાખવામાં આવ્યા છે, જ્યારે મહિલાઓની યાદીમાં તેઓ નંબર વન છે. આવો જાણીએ દેશની પાંચ અબજોપતિ મહિલાઓ વિશે.

સાવિત્રી જિંદાલ

73 વર્ષની સાવિત્રી જિંદાલ ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં 94માં નંબર પર છે. તેમની કુલ નેટવર્થ $17 બિલિયન છે. જો આપણે દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલના જીવન પર નજર કરીએ તો, અગાઉના અહેવાલ મુજબ, તે ક્યારેય કૉલેજ નહોતી ગઈ. તેમનો જન્મ 1950માં આસામના તિનસુકિયામાં થયો હતો. 1970 માં, તેણીના લગ્ન હરિયાણાના ઓમપ્રકાશ જિંદાલ સાથે થયા હતા, જે જિંદાલ ગ્રુપના સ્થાપક હતા. જિંદાલ ગ્રુપ સ્ટીલ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સક્રિય છે. ઓપી જિંદાલનું વર્ષ 2005માં નિધન થયું હતું. પતિના આકસ્મિક અવસાન પછી તેણે પરિવારની સાથે આખો વ્યવસાય સંભાળી લીધો. તેમના નેતૃત્વમાં જિંદાલ ગ્રુપનો કારોબાર ફૂલીફાલી રહ્યો છે.

રોશની નાદર મલ્હોત્રા

દેશની બીજી અબજોપતિ મહિલાઓની વાત કરીએ તો તેમાં ઘણા નામ સામેલ છે. તેમાં કિરણ મઝુમદાર શૉ, રોશની નાદરથી લઈને ફાલ્ગુની નાયર સુધીના નામ સામેલ છે. ગયા વર્ષે બહાર પાડવામાં આવેલ લીડિંગ વેલ્થી વુમન 2021 રિપોર્ટ પર નજર કરીએ તો, HCL ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રાની કુલ નેટવર્થ 84,330 કરોડ રૂપિયા છે. અમીર મહિલાઓની યાદીમાં તે ટોપ-5માં સામેલ છે. મંગળવારે જાહેર કરાયેલ ફોર્બની રિચ લિસ્ટ 2023માં તેના પિતા શિવ નાદરને ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

રેખા ઝુનઝુનવાલા

ભારતીય શેરબજારમાં બિગ બુલ તરીકે જાણીતા દિવંગત દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલા ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટમાં 30મા સ્થાને છે. અમીર ભારતીય મહિલાઓમાં સામેલ રેખા ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ $5.9 બિલિયન અથવા 47,650.76 કરોડ રૂપિયા છે. ઝુનઝણવાલાના પોર્ટફોલિયોમાં ટાઇટન, સ્ટાર હેલ્થ અને એલાઇડ ઇન્સ્યોરન્સ અને મેટ્રો બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

ફાલ્ગુની નાયર

ભારતની અગ્રણી બ્યુટી પ્રોડક્ટ્સ નિર્માતા કંપની નાયકાની સંસ્થાપક અને સીઈઓ ફાલ્ગુની નાયર પણ દેશની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં યથાવત છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ નેટવર્થ $2.7 બિલિયન અથવા રૂ. 22,192 કરોડ છે. નાયકાનો અડધો ભાગ ફાલ્ગુની નાયર પાસે છે. કંપનીની સ્થાપના ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર દ્વારા 2012માં કરવામાં આવી હતી. 1600 થી વધુ લોકોની ટીમનું નેતૃત્વ કરીને, IIM અમદાવાદની સ્નાતક ફાલ્ગુનીએ સુંદરતા અને જીવનશૈલી રિટેલ સામ્રાજ્યનું નિર્માણ કર્યું છે જે ભારતમાં તેના પોતાના ખાનગી લેબલ સહિત 1500 થી વધુ બ્રાન્ડના પોર્ટફોલિયો સાથે ભારતના અગ્રણી બ્યુટી રિટેલર તરીકે ઉભરી આવ્યું છે.

કિરણ મઝુમદાર શો

ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની બાયોકોનના ચેરપર્સન કિરણ મઝુમદાર-શૉ લાંબા સમયથી દેશની સૌથી અમીર મહિલાઓની યાદીમાં સામેલ છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ઈન્ડેક્સ મુજબ, હાલમાં તેમની કુલ સંપત્તિ $2 બિલિયન અથવા રૂ. 16,438 કરોડ છે. કોરોના સમયગાળા દરમિયાન તેમની કંપનીની કમાણીમાં તીવ્ર વધારો નોંધવામાં આવ્યો હતો. 1953માં જન્મેલા 69 વર્ષના કિરણ મઝુમદાર શૉએ 1978માં બાયોકોનની શરૂઆત કરી હતી. 2019 માં, ફોર્બ્સ મેગેઝિને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં તેણીને 68મું સ્થાન આપ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ