બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Indian Smuggling Racket Busted for Russia-Ukraine War

Human trafficking in Ukraine / રશિયા-યુક્રેન યુદ્ધ માટે કરાતી ભારતીયોની તસ્કરી રેકેટનો ભાંડાફોડ, CBIના પડ્યા તાબડતોબ દરોડા

Vishal Khamar

Last Updated: 04:09 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધમાં કેટલાક ભારતીય નાગરિકોનાં મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી દેશનાં બે યુવાનો યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. બંને યુવકોનાં પરિવાર દ્વારા દાવો કર્યો છે કે તેમને દગો આપીને રશિયાની સેનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને યુદ્ધના મેદાનમાં તેઓ મૃત્યું પામ્યા છે.

મોટા પગાર તેમજ લાઈફ સ્ટાઈલ વાળી નોકરીની લાલચ આપી દગો આપી ભારતીય નાગરિકોને રુસ-યુક્રેન વચ્ચેનાં યુદ્ધમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે એક મીડિયા રિપોર્ટસ મુજબ મોટા ભાગના કિસ્સામાં રશિયા પહોંચ્યા પહેલા તે તમામ લોકોને કંઈ જ જાણ કરવામાં આવતી નથી કે તેઓને રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોકલવામાં આવી રહ્યા છે. રશિયા પહોંચ્યા બાદ તેઓ જોડે એક કોન્ટ્રાક્ટ કરાવવામાં આવે છે. જેમાં રશિયાની ભાષામાં લખ્યું હોય છે. કોન્ટ્રાક્ટમાં લખ્યું હોય છે કે તેઓ રશિયાની સેના સાથે હેલ્પર તરીકે કામ કરશે. જેનાં બદલામાં તેઓને મહિને 2 લાખ રૂપિયા મળશે. 

આ ઠગ ટોળકી હવે CBI ની નજરમાં આવી ગઈ છે. એટલે જ ધરપકડ માટે 7 માર્ચનાં રોજ તપાસ એજન્સીએ દિલ્લી, તિરૂવનંતપુરમ, મુંબઈ, અંબાલા, ચંડીગઢ, મદુરૈ તેમજ ચેન્નઈમાં 13 સ્થળો પર રેડ કરી હતી. ત્યારે ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા મુજબ અત્યારે સુધી આવા 35 કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જેમાં સોશિયલ મીડિયા ચેનલ મારફતે ઓળખીતાઓ તેમજ એજન્ટોના માધ્યમથી મોટા પગારવાળી નોકરીનાં ખોટા વાયદાઓ કરી યુવકોને રશિયા લઈ જવામાં આવ્યા છે. 

indian citizen died in russia ukraine war alongside russian arm

અત્યાર સુધી બે ભારતીયોના મોત
રશિયા-યુક્રેનનાં જંગમાં અત્યારે સુધી બે ભારતીયોનાં મોતનાં સમાચાર સામે આવી રહ્યા છે. જેમાંથી એક ગુજરાતનાં સુરતને છે તેમજ બીજો તેલંગનાનાં હૈદરાબાદનાં રહેવાસી છે. ત્યારે આવો જાણીએ કે આ બંને રશિયા તરફથી યુદ્ધ લડવા માટે કેવી રીતે પહોંચ્યા અને કેવી પરિસ્થિતિમાં તેઓનું મૃત્યું થયુ. 

રશિયાની સેનામાં હેલ્પર બનાવવામાં આવ્યા હતા

પહેલો કિસ્સો સુરતના અશ્વિનભાઈ મંગૂકિયાનો છે. જેઓનું યુદ્ધ દરમ્યાન મોત થવા પામ્યું છે. હેમિલ રશિયા માટે લડી રહ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમનું મોત યુક્રેન દ્વારા કરવામાં આવેલ મિસાઈલ હુમલામાં થયો હતો. 23 વર્ષીય હેમિલ રશિયાની સેનામાં હેલ્પર તરીકે જોડાયો હતો. ત્યારે તેમને મહિને 50 હજાર રૂપિયા પગાર પર રાખવામાં આવ્યો હતો. હેમિલે છેલ્લે 20 ફેબ્રુઆરીએ તેનાં પરિવારજનો સાથે વાત કરી હતી. 

સુરતથી ચેન્નાઈ અને પછી મોસ્કો...
માંગુકિયાના પિતરાઈ ભાઈ દર્શને દાવો કર્યો હતો કે હેમિલે રશિયા જવા માટે એજન્ટને 3 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાં તેને 50 હજાર રૂપિયાના પગાર સાથે નોકરી મળી, પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેની કંપનીએ તેને એક કરાર પર હસ્તાક્ષર કરાવ્યા, જેમાં લખેલું હતું કે તેને વોર ઝોનમાં તૈનાત કરવામાં આવશે અને દર વર્ષે 2 લાખ રૂપિયાનો પગાર મળશે. માસ. માંગુકિયાએ ઓનલાઈન જાહેરાત દ્વારા રશિયામાં નોકરી માટે અરજી કરી હતી. સુરતથી ચેન્નાઈ પહોંચેલા હેમિલને સીધો મોસ્કો લઈ જવામાં આવ્યો હતો. 

અફસાન તેના સંપર્કમાં હતો
બીજો કેસ હૈદરાબાદના મોહમ્મદ અસફાનનો છે. અફસાનના ભાઈ ઈમરાને જણાવ્યું હતું કે, અફસાન 9 નવેમ્બરે 'બાબા વ્લોગ' (યુ ટ્યુબ ચેનલ) દ્વારા રશિયા ગયો હતો. તે એજન્ટ રમેશ, નાઝીલ, મોઈન અને ખુશપ્રીતના સંપર્કમાં હતો. રમેશ અને નાઝીલ ચેન્નાઈના રહેવાસી છે, જ્યારે ખુશપ્રીત પંજાબની છે. થોડા દિવસો પહેલા જ્યારે મેં તેને પૂછ્યું તો તેણે મને કહ્યું કે અફસાનને ગોળી વાગી છે અને તે ઘાયલ છે.

આ રીતે મૃત્યુના સમાચાર મળ્યા
અફસાનના ભાઈ ઈમરાને વધુમાં કહ્યું કે, 'મારા ભાઈને ગોળી વાગી હોવાની વાત સાંભળીને હું ડરી ગયો અને મેં સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો સંપર્ક કર્યો. હું ઓવૈસી સાહેબને મળવા ગયો અને ત્યાંથી ભારતીય દૂતાવાસના ઈમરજન્સી નંબર પર ફોન કર્યો, જેથી હું તેમની સાથે વાત કરી શકું. જ્યારે મારો ફોન આવ્યો, ત્યારે મેં તેને અફસાન સંબંધિત કોઈપણ અપડેટ આપવા કહ્યું. એક મિનિટ ફોન રાખ્યા બાદ એમ્બેસીના અધિકારીએ મને કહ્યું કે અફસાન મરી ગયો છે. હું સમજી શક્યો નહીં કે શું થયું. જ્યારે મેં ઓવૈસી સાહેબ સાથે વાત કરી તો તેમને પણ આ જ વાત કહેવામાં આવી.

7 લોકોનો વીડિયો સામે આવ્યો હતો
છેતરપીંડી કરીને ભારતીય નાગરિકોને રશિયા લઈ મોકલવાનાં બે કિસ્સાઓ નથી. આ બે કિસ્સાઓ એટલે ચર્ચામાં આવ્યા છે કેમકે બંને યુવકો મૃત્યું પામ્યા છે.  થોડાક દિવસ પહેલા જ તેઓનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા 7 ભારતીયોએ જાહેર કર્યો હતો.  7 ભારતીયોનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં 5 પંજાબ, 2 હરિયાણાનાં હોવાનું જાણવા મળી રહ્યું છે.  વીડિયોમાં તમામ લોકો આર્મી ડિઝાઈનવાળી જેકેટ પહેરેલ નજર આવી રહ્યા છે. જેમાં 6 લોકો પાછળ ઉભા છે. જ્યારે એક વીડિયો બનાવી રહ્યો છે. આ તમામ લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે રશિયા ગયા હતા. જ્યાં તેમને એક એજન્ટ મળ્યો હતો.  જેણે પહેલા તો તે લોકોના રશિયામાં ફેરવ્યા તેમજ ત્યારે બાદ બેલારુસ ફેરવવાની વાત કરી હતી. બેલારુસમાં એજન્ટે તેઓની પાસે પૈસા માંગ્યા હતા. પૈસા ન આપતા એજન્ટ તે તમામ લોકોને બેલારૂસ હાઈવે પર છોડીને ચાલ્યો ગયો હતો. જે બાદ પોલીસે તેઓને પકડીને રશિયાની આર્મીને સોંપી દીધા હતા. 

રશિયાની આર્મીએ કોન્ટ્રાક્ટ પર રાખ્યા
વીડિયો જાહેર કરનાર લોકોએ દાવો કર્યો હતો કે, આર્મીએ તેમની સામે એક કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ મુક્યો હતો અને ત્યાર બાદ કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ સાઈન કરો અને આર્મીમાં હેલ્પર તરીકે નોકરી કરો અથવા 10 વર્ષની જેલ થશે. ત્યારે તે લોકો પાસે બીજો કોઈ રસ્તો ન હતો. એટલે તેઓએ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. જે બાદ તેઓને ટ્રેનિગ આપવામાં આવી હતી જે બાદ તેઓને યુક્રેન મોકલી દેવામા આવ્યા હતા. અમારી સાથે બીજા ઘણા બધા લોકો હતા. જેઓને ફ્રંટલાઈન પર મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે અમને બંદૂક પણ પકડતા આવડતું ન હતું. ત્યારે રશિયામાં મોટા ભાગનાં ભારતીય નાગરિકો ફસાયેલા છે. જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાનાં લોકો છે. 

આ યુટ્યુબરનું નામ સામે આવ્યું છે
ઈમરાન જે 'બાબા વ્લોગ' વિશે વાત કરી રહ્યો છે તે યુટ્યુબર છે. જે યુટ્યુબ પર વીડિયો બનાવે છે અને લોકોને જણાવે છે કે કેવી રીતે લોકો જુદા જુદા દેશોમાં જઈને કામ કરી શકે છે અને બદલામાં સારી એવી રકમ કમાઈ શકે છે. અત્યાર સુધીમાં તેણે પોતાની ચેનલ પર 148 વીડિયો અપલોડ કર્યા છે અને તેના 3 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. આ ચેનલ પર એક મહિના પહેલા ન્યુઝીલેન્ડની મુલાકાતનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. 'બાબા વ્લોગ' તેના વીડિયોના પ્રચાર માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરે છે. આ યુટ્યુબર સહિત ઘણી કંપનીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

વધુ વાંચોઃ 'કેટલાક લોકો જશ ખાટવા...', ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ મુદ્દે રાજકારણ ગરમાયું, મહેન્દ્ર પાડલિયાએ કરી સ્પષ્ટતા

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ભારતીય વિદેશ મંત્રાલયે 29 ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, રશિયામા ઓછામાં ઓછા 20  ભારતીય નાગરિકોને ભારત પરત લાવવા માટે મદદ માંગી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે યુદ્ધગ્રસ્ત એરિયામાં ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારત અને રશિયાનાં અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, રશિયાની સેનાની મદદ કરી રહેલ ભારતીય નાગરિકોને બને તેટલા જલ્દી ડિસ્ચાર્જ કરવાને લઈ રશિયાનાં અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે.  તેમજ તેમને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ન જવાની અપીલ પણ કરવામાં આવી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ