બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / |Congress and BJP leaders face to face in Dhoraji over shortage of doctors in government hospital
Last Updated: 03:24 PM, 8 March 2024
ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ લઇ ભાજપ અને કોંગ્રેસના નેતા આમને સામને આવ્યા છે...હોસ્પિટલમાં તબીબની ઘટ માટે કોંગ્રેસના પૂર્વ MLAએ આંદોલન કરવાની જાહેરાત કરી છે..ત્યારે બીજી બાજુ ભાજપના વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા ભરતી પ્રક્રીયા ચાલુ છે, અને કોંગ્રસના નેતા ખોટુ આંદોલન કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે.
ADVERTISEMENT
લલિત વસોયા ઉતરવાના છે ધરણા પર
ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી 4 મેડિકલ ઓફીસરની જગ્યામાંથી ત્રણ જગ્યા ખાલી છે.. 10 તારીખે લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈ ધરણા પર ઉતરવાના છે.
ADVERTISEMENT
ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ આપ્યો આ જવાબ
બીજી તરફ ડોક્ટરની ઘટને લઈ ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ સ્પષ્ટતા કરી છે.. તેમણે કહ્યુ કે કેટલાક લોકો ખોટો જસ ખાટવા આંદોલન આંદોલન કરે છે
ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યુ, તેમણે આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ રજુઆત કરવામાં આવી હોવાનું પણ કહ્યું
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવે 6 વર્ષ માટે ગુજરાત કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયાના ભાઇને કરાયા સસ્પેન્ડ, લાગ્યો ગંભીર આક્ષેપ
પાડેલિયાએ કહ્યું કે ક્લાસ વન ઓફિસરની જે 9 જગ્યા છે તે પૈકી 4 નિયમિત વર્ગની છે. અને બાકીની પાંચ જગ્યાઓ પર સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટરો આવે છે. તમણે કહ્યું કે જે સીએમ સેતુ અંતર્ગતનાી ડોક્ટરો છે જ્યારે કાયમી ડોક્ટર મળશે ત્યારે તેની પણ નિયમિત નિમણુંક કરવામાં આવે છે.. કલાસ ટુમાં 4 જગ્યાઓ ખાલી છે તે પૈકી એક જગ્યા નિમયિત ભરેલી છે જ્યારે બાકીની બે જગ્યાઓ પર પ્રતિ નિયુક્તિથી રાજકોટની હોસ્પિટલથી સેવા બજાવે છે, અને એક જગ્યા ખાલી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.