બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / indian hackers attack on canadian armed forced website and disabled for sometime

હેક / કેનેડાની સરકારી વેબસાઇટ્સ થઈ ગઈ હેક, લખાયા અભદ્ર શબ્દો, હેકર્સ ભારતના જ હોવાનો રિપોર્ટમાં દાવો

Arohi

Last Updated: 12:43 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canadian Armed Forced Website Hacked: હેકિંગ ભારતની સાથે સાથે દુનિયાભરના ઘણા દેશો માટે મહત્વની સમસ્યા છે. ઘણા દેશ તેનાથી નિપટવા માટે ઉપાય શોધતા રહે છે. હાલ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જાણવા મળ્યું કે ભારતીય હેકર્સના એક ગ્રુપે કેનેડિયન આર્મ્ડ ફોર્સની વેબસાઈટને હેક કરીને થોડા સમય માટે ડિસેબલ કરી દેવામાં આવી હતી.

  • કેનાડાના આર્મ્ડ ફોર્સની વેબસાઈટ થઈ હેક 
  • હેકર્સે ટ્વીટર પર લીધી જવાબદારી 
  • હેકર્સ ભારતના જ હોવાનો રિપોર્ટમાં દાવો 

દરરોજ વધતા સાઈબર ફ્રોડની વચ્ચે એક એવી ખબર સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતના અમુક હેકર્સે કેનેડિયન આર્મ્ડ ફોર્સની આખી વેબસાઈટને હેક કરી નાખી છે અને તેને થોડા સમય માટે ડિસેબલ કરી નાખી. 

આ હેકર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર તેની જવાબદારી લેતા પોસ્ટ પણ કરી છે. તેના ઉપરાંત તેમણે અમુક બીજા સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યા છે. જેમાં વેબસાઈટને હેક કરવાની જાણકારી છે. 

એક્સ પોસ્ટમાં લીધી હુમલાની જવાબદારી 
કનેડિયન વેબસાઈટને ઈન્ડિયન સાઈબર ફોર્સ નામના હેકર્સના એક ગ્રુપે હેક કર્યું હતું. આ ગ્રુપે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે કેનેડિયન એરફોર્સ વેબસાઈટને હટાવી લીધા છે અને વેબસાઈટ પર એરર મેસેજ આપવામાં આવ્યું છે જેનો એક સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. 

દૂર થઈ સમસ્યા 
કેનેડાના રાષ્ટ્રીય રક્ષા વિભાગમાં મીડિયા રિલેશનના પ્રમુખ ડેનિયલના બોથિલિયરે મીડિયાને જણાવ્યું કે આ સમસ્યા બપોરની આસપાસ શરૂ થઈ અને બાદમાં તેને ઠીક કરવામાં આવી. જોકે હેકિંગના બાદ અમુક ડેસ્કટોપ યુઝર્સ સાઈટનો ઉપયોગ કરી શકતા હતા. પરંતુ મોટાભાગના મોબાઈલ યુઝર્સને સમસ્યા આવી રહી હતી. 

કેનેડાના ફોર્સ આ મામલાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તેના પર નિર્ણય કરવામાં આવશે જણાવી દઈએ કે આ ફોર્સમાં નેવી, સ્પેશિયલ કમાન્ડ ગ્રુપ, વાયુ અને અંતરિક્ષ સંચાલન સહિત કેનેડામાં બધા સૈન્ય અભિયાન શામેલ છે. 

ક્યારે થઈ હતી હેકિંગ? 
21 સપ્ટેમ્બરે ભારતીય સાઈબર ફોર્સે પહેલા કેનેડાને ધમકી આપી, પછી સોશિયલ મીડિયા એક્સ પર કેનેડિયન સાઈબરસ્પેસ પર પહેલા હુમલાની ચેતાવણી આપી. તેના બાદ 22 સપ્ટેમ્બરે તેમણે કેનેડાની સરકારના ‘allegations and anti India politics’ પર વિરોધ રજૂ કર્યો. 

શું છે હુમલાના પાછળનું કારણ 
આ સાઈબર હુમલો ભારત અને કેનેડાની વચ્ચે ચાલી રહેલા વિવાદના પ્રભાવના કારણે છે. હાલમાં જ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની મોત પર ભારતને આરોપી ગણાવ્યું હતું. જોકે ભારતે આ આરોપને ફગાવતા તેને પાયા વિહોણા ગણાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ