ભારતની સ્ટાર જિમ્નાસ્ટ દીપા કરમાકરે ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ 2016ના રિયો ઓલિમ્પિકમાંથી તેમણે નવી ઓળખ બનાવી હતી.
ભારતીય જિમ્નાસ્ટ દીપા કરમાકર પર લાગ્યો 21 મહિનાનો પ્રતિબંધ
ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો
2016ના રિયો ઓલિમ્પિકમાંથી તેમણે નવી ઓળખ બનાવી હતી
સ્ટાર મહિલા જિમ્નાસ્ટ દીપા કરમાકર હવે મુશ્કેલીમાં ફસાઈ
રિયો ઓલિમ્પિક 2016માં ઐતિહાસિક પ્રદર્શન કર્યા બાદ ચર્ચામાં આવેલી ભારતની સ્ટાર મહિલા જિમ્નાસ્ટ દીપા કરમાકર હવે મુશ્કેલીમાં ફસાઈ ગઇ છે. તેમને ડોપિંગ નિયમોના ઉલ્લંઘન હેઠળ દોષી ઠેરવવામાં આવી છે. મહત્વનું છે કે આ મામલો ગયા વર્ષનો જ છે, પરંતુ નાડા, સાઈ અને જિમ્નાસ્ટ એસોસિએશને તેની પર મૌન સેવ્યું હતુ. જ્યારે દીપાનો ડોપ ટેસ્ટ 11 ઓક્ટોબર 2021ના રોજ પ્રતિબંધિત પદાર્થ હાઈજેનામાઈન માટે પૉઝીટીવ આવ્યો હતો. ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જોયુ કે દીપાએ તેનુ સેવન કર્યુ હતુ. જેના કારણે તેની પર 21 મહિનાનો પ્રતિબંધ લાગ્યો.
દીપાના સેમ્પલમાં મળેલુ હાઇજેનામાઈન એક એનર્જી બૂસ્ટર છે
યુનાઈટેડ સ્ટેટ્સ એન્ટી-ડોપિંગ એજન્સી મુજબ દીપાના સેમ્પલમાં મળેલુ હાઇજેનામાઈન એક એનર્જી બૂસ્ટર છે. આ ઉર્જાને વધારવાનુ કામ કરે છે. આ પદાર્થને WADAની 2017ની પ્રતિબંધિત પદાર્થોવાળી યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આ પદાર્થ અસ્થમા વિરોધી તરીકે કામ કરી શકે છે એટલેકે તેનો ઉપયોગ અસ્થમા જેવી બિમારીઓમાં કરી શકાય છે. આ એક કાર્ડિયોટૉનિક તરીકે પણ ઉપયોગ થઇ શકે છે, જેનો હાર્ટ સંબંધી બિમારીમાં ઉપયોગ થાય છે.
The ITA (International Testing Agency) sanctions Indian gymnast Dipa Karmakar with a 21-month period of ineligibility after testing positive for prohibited substance higenamine: ITA
આઈટીએ પોતાની વેબસાઈટ પર તેની જાણકારી આપતા જણાવ્યું કે દીપાને 21 મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જે 10 જુલાઈ 2023 સુધી લાગુ રહેશે. જેમાં એવુ પણ કહેવામાં આવ્યું કે આ મામલાને FIG એન્ટી ડોપિંગ નિયમો હેઠળ અનુચ્છેદ 10.8.2નો મળ્યો છે અને જે હેઠળ તેની પર સજા સંભળાવવામાં આવી છે. જેનો નમુનો 11 ઓક્ટોબર 2021ના રોજ લેવામાં આવ્યો હતો, જે પૉઝીટીવ મળ્યો હતો ત્યારથી એથલીટને ડિસક્વોલિફાઈ કરી દેવામાં આવ્યો હતો.