બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Indian citizenship to 11 Pakistani nationals who were leaved in Ahmedabad

'આત્મ'સન્માન / અમદાવાદમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા 11 પાકિસ્તાની નાગરિકને ભારતીય નાગરિકતા

Mehul

Last Updated: 06:03 PM, 17 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 11 જેટલા પાકિસ્તાની હિન્દુઓને જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ નાગરિકતા પત્ર એનાયત કર્ય. નવા 9 જેટલા પાકિસ્તાની હિન્દુઓના નાગરિકતા માટેના અરજી પત્રક સ્વીકાર્ય.

  • પાકિસ્તાની નાગરિકોને નાગરિકતા પત્ર 
  • અમદાવાદ કલેકટરે આપ્યા નાગરિકતા પત્ર 
  • કચ્છમાં 89 પાકિસ્તાનીઓને આપી ચુકી છે નાગરિકતા 

છેલ્લા ચાર વર્ષમાં કચ્છમાં કેટલાક બાંગ્લાદેશી /પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા અપાયા બાદ,હવે અમદાવાદમાં પણ 11 જેટલા પાકિસ્તાની હિન્દુઓને જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ નાગરિકતા પત્ર એનાયત કર્યા છે.જયારે નવા 9 જેટલા પાકિસ્તાની હિન્દુઓના નાગરિકતા માટેના અરજી પત્રક સ્વીકારી આગામી સમયમાં તેઓને પણ નાગરિકતા આપવા કવાયદ હાથ ધરાશે.

  ઝડપી પ્રક્રિયા સાથે નાગરિક સન્માન 

અમદાવાદ જિલ્લા સમાહર્તા કચેરીએ અત્યાર સુધીમાં 868 નાગરિકોને ભારતીય નાગરિકતા આપી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઈન્ટેલીજન્સ બ્યુરો સર્વિસની ચકાસણી સહિતની તમામ પ્રકિયા-દસ્તાવેજોની ખરાઈ બાદ જ નાગરિકતા એનાયત થતી હોય છે. હજુ પણ 9 જેટલા નાગરિકોની અરજી નાગરીકાતા મેળવવા માટે આવી છે.તેનો પણ ઝડપથી નિકાલ થાય તેવી સંભાવનાઓ છે.  છેલ્લા સાત વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતો હોવાથી,આ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે 

કચ્છમાં મળી ચૂકી છે નાગરિકતા 

ત્રણ વર્ષ પૂર્વે કચ્છમાં 89 નાગરિકોને ભારતીય નાગરિકત્વ મળ્યું હતું.મૂળ પાકિસ્તાની પણ વર્ષોથી હિજરત કરીને આવ્યા બાદ કચ્છમાં વસવાટ કરતા આ પાકિસ્તાનીઓને નાગરિકતા પત્ર અપાયા હતા. 2016 માં 17 નાગરીકો, 2017માં 26 નાગરીકો અને 2018 માં ૪૬ નાગરિકોને નાગરિકતા અપાઈ હતી. આ પાકિસ્તાની નાગરિકોએ 2019ની લોકસભા ચૂટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ