બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / India Receives 4th Set of Swiss Bank Account Details

ખુલાસો / હવે નહીં બચી શકે સ્વિસ બેન્કમાં બ્લેક મની સંતાડનાર ભારતીય, સ્વિઝરલેન્ડે 34 લાખ ખાતાની વિગતો જાહેર કરી

Hiralal

Last Updated: 09:22 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરચોરી માટે સ્વર્ગ ગણાતી સ્વિઝરલેન્ડ બેન્ક Swiss Bankએ ભારતીય ખાતેધારકોનું ચોથું લિસ્ટ બહાર પાડ્યું છે.

  • Swiss Bankએ ભારતીયોનું ચોથું લિસ્ટ બહાર પાડ્યું 
  • અનેક બિઝનેસમેન, સંગઠનો અને કંપનીઓના નામ 
  • વધારે વિગતો આપવાનો કર્યો ઈન્કાર 
  • ભારત સહિત 101 દેશોના 34 લાખ ખાતાની વિગતો જાહેર કરી 

બ્લેક મની (કાળું નાણું) સંઘરવા માટે દુનિયામાં જાણીતી સ્વિઝરલેન્ડની સ્વિસ બેન્કે ભારત સાથે કરેલા અગાઉના કરાર અનુસાર, ચોથી વાર ભારતીય ખાતેદારોની વિગતો જાહેર કરી છે. સ્વિસ બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા ચોથા લિસ્ટમાં ભારતના ખ્યાતનામ લોકો, સંગઠનો અને કંપનીઓના નામ સામેલ છે. જોકે સ્વિસ બેન્કે ગુપ્તતાને આધારે વધારે કંઈ જાણકારી આપી નથી. એફટીએ અનુસાર ભારતીય ખાતાઓ સાથે જોડાયેલી વિગતો દેશની મોટી સંસ્થાઓ, બિઝનેસ હાઉસ અને વ્યક્તિઓ સાથે સંબંધિત છે. વિગતોમાં, ઓળખ, ખાતાધારકનું નામ, સરનામું, રહેઠાણ તેમજ અન્ય નાણાકીય માહિતી પૂરી પાડવામાં આવી છે.

ભારત સહિત 101 દેશોના 34 લાખ નાણાકીય ખાતાઓની વિગતો
ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (એફટીએ)એ  ભારત સહિત 101 દેશોની સાથે લગભગ 34 લાખ નાણાકીય ખાતાઓની વિગતો શેર કરી છે. બેન્ક દ્વારા ભારતને જે ચોથું લિસ્ટ સોંપવામાં આવ્યું છે તેમાં કેટલાક લોકો, કંપનીઓ અને બેન્ક ખાતા સામેલ છે. 

આવકવેરા વિભાગ મની લોન્ડરિંગ, ટેરર ફંડિંગ અને કરચોરીની તપાસ કરી શકે   
રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સ્વિસ બેન્કો પાસેથી મળેલા આ બેન્કિંગ ડેટાનો ઉપયોગ મની લોન્ડરિંગ, ટેરર ફંડિંગ તેમજ કરચોરીના અન્ય કેસોની તપાસ માટે થઈ શકે છે. હવે આવકવેરા વિભાગ આ ખાતાઓ પર નજર રાખશે. સપ્ટેમ્બર 2019 માં ભારતને એઈઓઆઈ હેઠળ સ્વિઝરલેન્ડથી ખાતાની વિગતોનો પ્રથમ સેટ મળ્યો હતો. તે સમયે આ માહિતી મેળવનારા દેશોની સંખ્યા 75 હતી. સાથે જ ગયા વર્ષની વાત કરીએ તો ભારત સહિત 86 દેશો સાથે ડિટેલ શેર કરવામાં આવી હતી.

 5 નવા દેશોના લોકોની ગુપ્ત માહિતી પણ શેર કરાઈ 
ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશનએ આ વખતે 5 નવા દેશ અલ્બેનિયા, બ્રુનેઈ દારુસલેમ, નાઈજીરિયા, પેરુ અને તુર્કીના લોકોએ ખોલાવેલા બેન્ક ખાતાની વિગતો પણ જાહેર કરી છે. 

સ્વિસ બેંકમાં 1 લાખ નવા ખાતા ખુલ્યા 
ખાતાઓની વિગતો શેર કરતા એફટીએએ એમ પણ કહ્યું હતું કે આ વખતે સ્વિસ બેંકોમાં લગભગ 1 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ