બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / india delhi excise policy scam delhi cm arvind kejriwal reply ed notice bjp direction

BIG NEWS / દિલ્હી દારૂ કૌભાંડમાં ED સામે હાજર નહીં થાય કેજરીવાલ, કહ્યું- 'નોટિસ પાછી લે એજન્સી', સિસોદિયા અને સંજય સિંહ પહેલેથી જ છે જેલમાં

Dinesh

Last Updated: 11:02 AM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

delhi excise policy scam news : આજે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર નહી થાયે, અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બપોર બાદ મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રોડ શો કરશે.

  • દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસ
  • કેજરીવાલ ED સમક્ષ આજે હાજર થશે નહી
  • એજન્સીએ નોટિસ તાત્કાલિક પાછી ખેંચવી જોઈએ: કેજરીવાલ 


Arvind Kejriwal on ED:દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે આજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડી ઓફિસ ખાતે બોલવવામાં આવ્યા હતા. EDના સવાલોના જવાબ આપતા પહેલા કેજરીવાલે કહ્યું હતું કે, પૂછપરછ માટે આવેલી નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિ પ્રેરિત છે. તેમણે કહ્યું કે ભાજપના ઈશારે નોટિસ મોકલવામાં આવી છે. હું ચાર રાજ્યોમાં પ્રચાર ન કરી શકું તે માટે કરવામાં આવ્યું છે જેથી તપાસ એજન્સીએ નોટિસ તાત્કાલિક પાછી ખેંચવી જોઈએ.

ED notice to Arvind Kejriwal | Page 2 | VTV Gujarati

આજે કેજરીવાલ ED સમક્ષ હાજર થશે નહી
અત્રે જણાવીએ કે, તેઓ આજે ED સમક્ષ હાજર થવાના નથી. જેનું કારણ એ છે કે તેઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે જવાના છે. અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બપોર બાદ મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રોડ શો કરવાના છે. થોડા સમય બાદ કેજરીવાલ મધ્યપ્રદેશના સિંગરૌલી જવા રવાના થશે. જેથી તેઓ પૂછપરછ માટે ED ઓફિસ જવાના નથી.

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કાર્યવાહી
AAP નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. સિસોદિયાની ધરપકડ બાદ EDએ તાજેતરમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરી હતી. દિલ્હી શરાબ કૌભાંડને લઈને ED ધીમે ધીમે AAPના ઘણા બધા નેતાઓ પર કાર્યવાહી કરી રહી છે. મની લોન્ડરિંગ કેસમાં આજે EDએ દિલ્હીના કેબિનેટ મંત્રી રાજ કુમાર આનંદના ઘર પર દરોડા પાડ્યા છે. AAPને એ પણ ડર છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના ઘણા ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવશે. આ મામલે પાર્ટીએ બીજેપી પર સીધું નિશાન સાધ્યું હતું. રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે, ભાજપ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. આંમાં કેજરિવાલની ધરકડ થઈ શકે છે અને જેઓ પ્રથમ નહી હોય.

રાઘવ ચઢ્ઢાનો દાવો
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, 2014થી ED દ્વારા નોંધાયેલા તમામ કેસમાંથી 95 ટકા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ નોંધાયા છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ ઈન્ડિયા ગઠબંધનથી નારાજ છે. વધુમાં કહ્યું કે, કેજરીવાલની ધરપકડ કરવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે. ભાજપ જાણે છે કે તે દિલ્હીની સાતેય લોકસભા બેઠકો ગુમાવશે. જેથી તેમને ચૂંટણી લડવાથી રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક યાદી બતાવી અને કહ્યું કે તેમાં જે લોકોની ધરપકડ થવાની છે તેમના નામ સામેલ છે. કેજરીવાલ બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીનો નંબર આવશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનની પણ ધરપકડ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ