બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / India-Canada: India supported canada proposal on Hamas Israel war in in UN meeting

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા / મિત્ર માટે દુશ્મની ભૂલાવી UNમાં કેનેડાને ભારતનું સમર્થન મળ્યું, હમાસ હુમલાની નિંદા કરતાં પ્રપોઝલને વોટ કર્યો

Vaidehi

Last Updated: 05:26 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે કેનેડાની સાથે ચાલી રહેલી દુશ્મનીને ભૂલીને સંયુક્ત રાષ્ટ્રમાં તેમના દ્વારા મૂકવામાં આવેલા એક પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. કેનેડાએ હમાસનાં ઈઝરાયલ પર હુમલાની નિંદા કરતો પ્રસ્તાવ મૂક્યો હતો.

  • ભારત-કેનેડા વિવાદની વચ્ચે UN મહાસભામાં બંને દેશ એક થયાં
  • ભારતે કેનેડા દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવનું સમર્થન કર્યું
  • હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલ હુમલાને લગતો પ્રસ્તાવ હતો

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાની વચ્ચે મામલો ગરમાયેલો છે. એ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાનાં એક પ્રસ્તાવનું સમર્થન કર્યું છએ. આ પ્રસ્તાવ હમાસને લઈને કેનેડા તરફથી મૂકવામાં આવ્યો હતો. કેનેડાએ પ્રસ્તાવ રાખ્યો હતો કે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાની નિંદા થવી જોઈએ. ભારતે તેમાં કેનેડાનાં પ્રસ્તાવનાં સમર્થનમાં વોટ આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલની મદદ માટે ભારતે આ પગલું લીધું હતું. 

કેનેડાનો પ્રસ્તાવ પાસ ન થયો
આ પહેલાં જોર્ડને ઈઝરાલ અને પેલેસ્ટાઈન પર પ્રસ્તાવ રાખ્યાં હતાં. આ પ્રસ્તાવ પર કેનેડાએ સંશોધન પ્રસ્તાવ મૂક્યું અને કહ્યું કે હમાસનાં ઈઝરાયલ પર હુમલાની નિંદા થવી જોઈએ. ભારતે આ સંશોધન પ્રસ્તાવનાં પક્ષમાં વોટ આપ્યો હતો. જો કે UN મહાસભામાં 2/3 વોટ પ્રાપ્ત ન થયા હોવાને લીધે કેનેડાનો આ પ્રસ્તાવ પાસ ન થઈ શક્યો. 

આ દેશોએ આપ્યું સમર્થન
કેનેડાનાં આ પ્રસ્તાવ પર 88 દેશોએ સમર્થન આપ્યું પણ 55 દેશોએ વિરોધ કર્યો. તો 23 દેશ એવા પણ હતાં જે તટસ્થ રહ્યાં હતાં. કેનેડાનાં આ પ્રસ્તાવનો પાકિસ્તાન, કતાર સહિત અનેક મુસ્લિમ દેશોએ વિરોધ કર્યો. કેનેડાને ભારત સિવાય ફ્રાંસ, જાપાન, અમેરિકા સહિત અનેક દેશોનું સમર્થન મળ્યું હતું.

ભારતે હમાસનું સમર્થન ન કર્યું
આ પહેલાં ભારતે પહેલીવાર પેલેસ્ટાઈન મુદાનું સમર્થન કરનારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં પ્રસ્તાવની વિરોધમાં મતદાન કર્યું છે. શુક્રવારે પ્રસ્તાવ પર ભારતે એટલે વિરોધ કર્યો કારણકે તેમાં હમાસનાં આતંકવાદી હુમલાની નિંદા નહોતી કરવામાં આવી. મહાસભાએ નવી દિલ્હી દ્વારા સમર્થિત એક સંશોધનને પણ નામંજૂર કર્યું હતું જેમાં આતંકવાદી સમૂહનું નામ આપવામાં આવ્યું  હતું. ભારતની ઉપસ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે મતદાન બાદ કહ્યું કે ઈઝરાયલમાં 7 ઑક્ટોબરનાં થયેલ આતંકી હુમલો ચોંકાવનારો અને નિંદનીય હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ