બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / India and Australia team will arrive in Rajkot today

ક્રિકેટ ફીવર / કાઠિયાવાડી થાળ, ગરબાની રમઝટ..., રાજકોટમાં ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા ટીમને આવકારવા તડામાર તૈયારી, માણશે ફાફડા-જલેબીનો સ્વાદ

Malay

Last Updated: 01:09 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનું થશે આગમન, જલેબી-ગાંઠિયાનો સ્વાદ માણશે ખેલાડીઓ.

  • રાજકોટ શહેરનું વાતાવરણ બની ગયું ક્રિકેટમગ્ન 
  • 27મી સપ્ટેમ્બરે ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે વન-ડે મેચ 
  • બંને ટીમોના આગમનને લઈને તૈયારી શરૂ

Rajkot News: રાજકોટને હવે ક્રિકેટનો રંગ લાગ્યો છે. રાજકોટ શહેરનું વાતાવરણ ક્રિકેટમગ્ન બની ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 27મી સપ્ટેમ્બરના રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે. ત્યારે ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ટીમ જ્યાં ઉતરવાની છે તે સયાજી હોટલમાં અત્યારથી તડામાર તૈયાર શરૂ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે 3 વર્ષ બાદ વન ડે મેચ રમાવા જઈ રહ્યો છે. બંને ટીમોના આગમનને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

કાઠિયાવાળી ભોજનનો માણશે આનંદ
ભારતીય ક્રિકેટર્સ ગુજરાતીની ફેમસ વાનગીઓનો સ્વાદ માણશે. જેમાં ખાસ રાજકોટના સ્પેશિયલ ફાફાડા ગાઠીયા-જલેબી અને ઢોકળાનો સ્વાદ માણશે. આ સાથે જ કાઠિયાવાળી ભોજન થાળનો ખાટો-મીઠો-તીખો સ્વાદ એન્જોય કરશે. હોટલ સયાજીમાં ક્રિકેટર્સ માટે જીમની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરાશે
ટીમ ઈન્ડિયાને આવકારવા માટે રાજકોટની સયાજી હોટેલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. ખેલાડીઓના રોકાણને લઇ હોટેલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

તૈયાર કરાયા એક્ઝિક્યુટિવ રૂમ
હોટલમાં ક્રિકેટર્સના ફોટો પણ લગાવવામાં આવ્યા છે. આગમન સમયે ફોટોવાળા ખેસ પહેરાવી કુમકુમ તિલક, રાસ ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. તેમજ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પ્રેસિડેન્સિયલ રોયલ સ્યુટ રૂમ, હાર્દિક પંડ્યા માટે એક્ઝિક્યુટિવ સ્યુટ રૂમ તૈયાર કરાયા છે. આ સિવાય આ રૂમમાં 100 mbpsની વાઇફાઇ સ્પીડ સાથેની ઇન્ટરનેટ સુવિધા ખેલાડીઓને આપવામાં આવશે. 

25મીએ બંને ટીમનું કરાશે ભવ્ય સ્વાગત
ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના બંને ખેલાડીઓ આગામી તારીખ 25મીએ રાજકોટ આવી પહોંચશે અને ત્યારબાદ 26 તારીખે પ્રેક્ટિસ સેશન રાખવામાં આવ્યું છે. બંને ટીમના આગમનને લઈને તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ