બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / india 15 member team squad for 2023 asia cup may be like this kl rahul and shreyas iyer

ક્રિકેટ / Aisa Cup માટે કંઇક આવી હોઇ શકે છે ભારતના 15 સભ્યોની ટીમ, આ બે ખેલાડીઓની વાપસી નક્કી!

Manisha Jogi

Last Updated: 10:46 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટ અનુસાર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ T20 સીરિઝ પછી એશિયા કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવે છે. આવો જાણીએ આ ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ભારતીય ટીમ કેવી હોઈ શકે છે.

  • T20 સીરિઝ પછી એશિયા કપ માટે ટીમની જાહેરાત થશે
  • ઓપનિંગ માટે રોહિત શર્મા અને શુભમન ગિલ પ્રબળ દાવેદાર
  • કોહલી ત્રીજા નંબર પર રમી શકે છે

એશિયા કપની શરૂઆત થવામાં 20 દિવસ કરતા પણ ઓછો સમય છે. BCCIએ આ ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી નથી. રિપોર્ટ અનુસાર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ T20 સીરિઝ પછી એશિયા કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવે છે. આવો જાણીએ આ ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ભારતીય ટીમ કેવી હોઈ શકે છે. 

શિખર ધવન
શિખર ધવનને એશિયન ગેમ્સમાં જગ્યા ના મળવાને કારણે ભારતીય ટીમમાં જગ્યા નહીં મળી શકે છે. એશિયા કપમાં ઓપનિંગ માટે રોહિત શર્મા અને શુભમન ગિલ પ્રબળ દાવેદાર છે. ઈશાન કિશનને રિઝર્વ ઓપનર અને વિકેટકીપર તરીકે શામેલ કરવામાં આવી શકે છે. 

મિડલ ઓર્ડરની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમી શકે છે. શ્રૈયસ અય્યરની ચોથા નંબર પર આવે તો તેમના કવર તરીકે સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી શકે છે. ત્યાર પછી કે.એલ. રાહુલ મુખ્ય વિકેટકીપર હશે અને તેઓ પાંચમાં નંબર પેટીંગ કરશે. 

ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર શામેલ થશે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ સ્પિનર તરીકે શામેલ થશે. જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલર તરીકે વાપસી કરી શકે છે. મોહમ્મદ સિરાઝ અને મુકેશ કુમાર એક્શનમાં જોવા મળી શકે છે. 

એશિયા કપ માટે ભારતીય ટીમ- 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, સૂર્યકુમાર કુમાર અને મુકેશ કુમાર. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ