બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI After scoring a century, Yashaswi Jaiswal made a video call to his father at 4:30 in the morning

IND vs WI / સદી ફટકારીને યશસ્વી જયસ્વાલે સવારે 4:30 વાગ્યે પિતાને વિડિયો કોલ કરીને રડ્યો, પૂછ્યું- પપ્પા, તમે ખુશ છો?

Megha

Last Updated: 10:29 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે જ્યારે તેણે સદી ફટકારી ત્યારે તેણે પહેલો કોલ તેના પિતાને કર્યો હતો.આ દરમિયાન આ ભારતીય બેટ્સમેન વીડિયો કોલ પર ખૂબ રડ્યો હતો.

  • યશસ્વીએ ડેબ્યૂ મેચમાં 171 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી
  • જ્યારે તેણે સદી ફટકારી ત્યારે તેણે પહેલો કોલ તેના પિતાને કર્યો હતો
  • ભારતીય બેટ્સમેન વીડિયો કોલ પર ખૂબ રડ્યો

ભારતીય ટીમ માટે ડેબ્યુ કરવું એ કોઈપણ ક્રિકેટર માટે એક મોટી ક્ષણ છે, આવું જ કંઈક ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે થયું. એક સમયે મુંબઈના રસ્તા પર પાણીપુરી વેચનાર આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ઘરેલુ ક્રિકેટમાં તેની સતત મહેનતનું આ પુરસ્કાર હતું. યશસ્વીએ આ તક પોતાના હાથમાંથી જવા ન દીધી અને પહેલી જ મેચમાં પોતાની છાપ છોડી દીધી. યશસ્વીએ ડેબ્યૂ મેચમાં 171 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે જ્યારે તેણે સદી ફટકારી ત્યારે તેણે પહેલો કોલ તેના પિતાને કર્યો હતો.આ દરમિયાન આ ભારતીય બેટ્સમેન વીડિયો કોલ પર ખૂબ રડ્યો, જોકે તે માત્ર ખુશીના આંસુ હતા.પુત્રનું સપનું પૂરું થતું જોઈ પિતા પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને ભારતીય સમય મુજબ સવારે સાડા ચાર વાગ્યે પિતા-પુત્ર વિડીયો કોલ પર રડી પડ્યા હતા. જણાવી દઈએ કે આ વાત યશસ્વીના પિતા ભૂપેન્દ્રએ પોતે જ સંભળાવી હતી.

એક વાતચિત દરમિયાન યશસ્વી જયસ્વાલના પિતાએ કહ્યું કે, 'તેણે સદી ફટકાર્યા બાદ સવારે 4:30 વાગ્યે ફોન કર્યો, તે પોતાના આંસુ રોકી શક્યો નહીં. હું પણ રડ્યો. તે એકદમ ભાવનાત્મક ક્ષણ હતી.તે લાંબા સમય સુધી વાત કરી શક્યો નહીં કારણ કે તે થાકી ગયો હતો.તેણે મને ખાલી પૂછ્યું 'પાપા તમે ખુશ છો ને?'

યશસ્વી જયસ્વાલે રમેલી આ ઇનિંગ વિદેશી ધરતી પર ડેબ્યૂ કરનાર કોઈપણ ભારતીય દ્વારા રમાયેલી સૌથી મોટી ઇનિંગ્સ છે. આ ઉપરાંત યશસ્વી ડેબ્યુ મેચમાં 150 રનનો આંકડો પાર કરનારો ત્રીજો ખેલાડી બન્યો હતો. તેના પહેલા આ કારનામું શિખર ધવન અને રોહિત શર્માએ 2013માં કર્યું હતું. યશસ્વીને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.ડેબ્યૂ મેચમાં આ એવોર્ડ જીતનાર તે 8મો ભારતીય બન્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ