બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SL: KL Rahul great record at No-5 in ODI cricket

ક્રિકેટ / INS vs SL: વનડે ક્રિકેટમાં નંબર-5 પર KL રાહુલનો શાનદાર રેકોર્ડ, આંકડા જાણીને દંગ રહી જશો!

Priyakant

Last Updated: 08:27 AM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલે ધમાકેદાર પ્રદર્શન કરીને તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો

  • ભારતીય ટીમે શ્રીલંકા સામે શ્રેણી 2-0થી કબજે કરી 
  • બીજી વનડેમાં મેચમાં કેએલ રાહુલે વિનિંગ ઇનિંગ રમી
  • રાહુલે મેચમાં 103 બોલમાં અણનમ 64 રન બનાવ્યા

શ્રીલંકા સામેની શ્રેણીની બીજી વનડેમાં મેચમાં કેએલ રાહુલે વિનિંગ ઇનિંગ રમી હતી. ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલે ધમાકેદાર પ્રદર્શન કરીને તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. રાહુલ વનડેમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યો હતો અને ધમાલ મચાવી હતી. 

મહત્વનું છે કે, કોલકાતા વનડેમાં શ્રીલંકાની ટીમે 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે શરૂઆતની 4 વિકેટ 86 રનમાં ગુમાવી દીધી હતી. આ પછી નંબર-5 પર બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલે બાજી સંભાળી અને ટીમને જીત અપાવીને જ અણનમ પરત ફર્યા.

રાહુલે મેચમાં 103 બોલમાં અણનમ 64 રન બનાવ્યા
રાહુલે મેચમાં 103 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર ફટકારી હતી. રાહુલની ઈનિંગ ભલે 62.13ના સ્ટ્રાઈક રેટ સાથે ધીમી રહી હોય, પરંતુ તેણે અણનમ રહીને ટીમને જીત અપાવી. 

ટીકાકારોને જડબાતોડ જવાબ
લાંબા સમય બાદ રાહુલની આ સારી ઇનિંગ મોટી ટીમ સામે જોવા મળી, જેણે ટીકાકારોને પણ જડબાતોડ જવાબ આપ્યો. ટી20માં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરનાર કેએલ રાહુલનો વનડેમાં નંબર-5 પોઝિશન પર શાનદાર રેકોર્ડ છે. તેના આંકડા પણ આ હકીકતની સાક્ષી પૂરે છે. નંબર-5 અથવા તેનાથી નીચે બેટિંગ કરતી વખતે રાહુલની એવરેજ 60થી ઉપર રહી છે.

નંબર-5 પર બેટિંગ કરતી વખતે રાહુલનો રેકોર્ડ
ઇનિંગ્સ - 15
રન - 651
સરેરાશ - 54.25

ભારતીય ટીમે શ્રેણી 2-0થી કબજે કરી 
શ્રેણીની બીજી વનડેમાં શ્રીલંકાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી 215 રનમાં આઉટ થઈ ગઈ હતી. નુવાનિડુ ફર્નાન્ડોએ 50 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 3-3 મહત્વની વિકેટ લીધી હતી. કુલદીપને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.

આ તરફ 216 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમે 43.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચ 67 રને જીતી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે. હવે છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ