બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ind vs eng 3rd test rohit sharma decision team india playing 11

IND vs ENG / સમય પાકી ગયો! રોહિત શર્માની જીદ ડૂબાડશે, રાજકોટમાં ટીમ ઈન્ડિયાએ બદલવી પડશે રણનીતિ, જાણો કેમ

Manisha Jogi

Last Updated: 10:34 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને ટેસ્ટ સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. માટે મેદાન પર ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કરવાનું રહેશે, જે માટે કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી ટેસ્ટમાં આ નિર્ણય બદલવો પડશે.

  • ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હરાવી 1-1થી બરાબરી કરી
  • રોહિત શર્માએ ત્રીજી ટેસ્ટમાં આ નિર્ણય બદલવો પડશે
  • રાજકોટમાં ટીમ ઈન્ડિયાએ બદલવી પડશે રણનીતિ

વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને ટેસ્ટ સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ મેદાન પર ઉતરશે. ભારતીય ટીમે જીત મેળવવા માટે મેદાન પર ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કરવાનું રહેશે, જે માટે કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી ટેસ્ટમાં આ નિર્ણય બદલવો પડશે. 

ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચમાં 28 રનથી હારી ગઈ હતી અને બીજી ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમના બેટ્સમેન આ બંને મેચમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. બીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે શાનદાર કમાલ કર્યો છે. આ બંને મેચમાં ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે 9 વિકેટ લીધી છે. 

IND vs EMG: પહેલી અને બીજી ટેસ્ટ મેચ 
પહેલી બે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્પિનર કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ ઈંગ્લેન્ડના બેટ્સમેનની વિકેટ લઈ શક્યા નથી. જસપ્રીત બુમરાહના પાર્ટનર બોલર પરેશાની ઊભી કરી શકે છે. કેપ્ટન રોહિત શર્માએ પહેલી ટેસ્ટ મેચમાં બોલિંગ માટે બુમરાહની સાથે મોહમ્મજ સિરાજને મેદાન પર ઉતાર્યો હતો. સિરાજે બંને ટેસ્ટ મેચમાં 11 ઓવરની બોલિંગ કરી અને તેમાં 50 રન આપી દીધી છે. તેમ છતાં બીજી ટેસ્ટ મેચમાં બીજા પેસરને શામેલ કરતા મુકેશ કુમારને શામેલ કરવામાં આવ્યો. મુકેશ કુમારે પણ બંને ઈનિંગમમાં 12 ઓવરમાં 70 રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી. 

મોહમ્મદ સિરાજ બોલિંગમાં કંઈ ખાસ કમાલ ના કરવા છતાં બીજી ટેસ્ટ મેચમાં બીજા પેસરને મેદાન પર ઉતારવાનો નિર્ણય ખૂબ જ ચોંકાવનારો રહ્યો હતો. રોહિત શર્મા રાજકોટમાં રમવામાં આવનાર મેચમાં આ ભૂલ ના કરે તેવી આશા છે. 

વધુ વાંચો: સચિન તેંડુલકરના નામ પરથી રાખ્યું નામ, U-19 વર્લ્ડ કપનો હીરો સચિન, આવતીકાલે બર્થડે

ભારતીય ટીમ પાસે વિકલ્પ
ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી. બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ 4 સ્પિનર સાથે મેદાન પર ઉતરી શકે છે. જેમાં અશ્વિન, અક્ષર અને કુલદીપ યાદવની સાથે વોશિંગ્ટન સુંદર અથવા સૌરભ કુમારને મેદાન પર ઉતારવામાં આવી શકે છે. બંને બેટ્સમેન બેટીંગમાં સારું યોગદાન આપી શકે છે. ભારતીય ટીમ અન્ય એક બેટ્સમેનને શામેલ કરી શકે છે, જેમાં સરફરાજ ખાન અથવા ધ્રુવ જરૈલને તક આપવામાં આવી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ