ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થશે. જેમાં આ સીરીઝની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાશે.
ઓસ્ટ્રેલિયા જીતશે 2-1થી ટેસ્ટ સીરીઝ
પૂર્વ દિગ્ગજ કેપ્ટને શ્રેણી શરૂ થતા પહેલા કરી ભવિષ્યવાણી
પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાશે
જયવર્ધને ટેસ્ટ સીરીઝના પરિણામને લઇને કરી ભવિષ્યવાણી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થવામાં હવે વધારે સમય બચ્યો નથી. આ દરમ્યાન પૂર્વ શ્રીલંકન દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્ધને આ ટેસ્ટ સીરીઝના પરિણામને લઇને પણ ભવિષ્યવાણી કરી દીધી છે. જયવર્ધને આ ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમને 2-1થી જીતવાની આશા દર્શાવી છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થશે
આ ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થશે. જેમાં બંને ટીમોની વચ્ચે પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન પર રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમે છેલ્લી વખત ભારતમાં વર્ષ 2004ના પ્રવાસ વખતે ટેસ્ટ શ્રેણીને 2-1થી જીતી હતી. ત્યારબાદ તેઓ ભારતમાં અત્યાર સુધી એક પણ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ થઇ શક્યા નથી.
આ ટેસ્ટ સીરીઝનુ પરિણામ શુ હશે તે જણાવવુ ખૂબ મુશ્કેલ: જયવર્ધન
મહેલા જયવર્ધને આઈસીસી રિવ્યુ પર વાત કરતા આ ટેસ્ટ શ્રેણીને લઇને કહ્યું કે આ ખૂબ રોમાંચિત થવાનુ છે, પરંતુ આ ટેસ્ટ સીરીઝનુ પરિણામ શુ હશે તે જણાવવુ ખૂબ મુશ્કેલ છે. એક શ્રીલંકન હોવાના કારણે હું આ વાતની આશા રાખુ છુ કે ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ સીરીઝને 2-1થી પોતાના નામે જીતી શકે છે, પરંતુ આ તેના માટે બિલ્કુલ પણ સરળ નથી.
બંને ટીમોની પાસે ધમાકેદાર બોલિંગ આક્રમણ
જયવર્ધને વધુમાં કહ્યું કે બંને ટીમોની પાસે ધમાકેદાર બોલિંગ આક્રમણ છે અને એવામાં જે ટીમના બેટર સારું પ્રદર્શન કરશે. સીરીઝનુ પરિણામ તેના પક્ષમાં રહેવાની આશા છે. આ બધુ તેના પર નિર્ભર કરશે કે બંને ટીમમાંથી કોણ પહેલા પોતાના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરે છે.