બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / IND VS AFG: India started the batting to achieve the target of 273 runs to win

ક્રિકેટ / IND vs AFG : ભારતીય ટીમના બોલરોનો તરખાટ: 273નો મળ્યો આસાન ટાર્ગેટ, રોહિત-ઈશાનની ધમાકેદાર બેટિંગ શરૂ

Vaidehi

Last Updated: 08:01 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind vs AFG: દિલ્હીમાં ચાલી રહેલી વર્લ્ડ કપ 2023ની મેચમાં અફઘાનિસ્તાને 50 ઓવરમાં 272 રન બનાવ્યાં છે. ભારતને જીત માટે 273 રનોનો ટાર્ગેટ મળ્યો છે.

  • દિલ્હીમાં ચાલી રહી છે વર્લ્ડ કપ 23ની 9મી મેચ
  • અફઘાનિસ્તાને ટીમ ઈન્ડિયાને જીત માટે 273 રનનો ટાર્ગેટ આપ્યો
  • ભારતીય ટીમની બેટિંગ શરૂ

વર્લ્ડ કપ 2023: દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં ઈન્ડિયા vs અફઘાનિસ્તાનની મેચ ચાલી રહી છે. આ વર્લ્ડ કપ 2023ની 9મી મેચ છે. અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ટીમે 50 ઓવરમાં 272 રન બનાવ્યાં છે. હાલમાં ભારતીય ટીમને જીત માટે 273 રનનો ટાર્ગેટ મળ્યો છે. કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન દ્વારા ક્રિઝ પર ભારતીય ટીમની બેટિંગની શરૂઆત થઈ ગઈ છે.

ભારતીય ટીમે 8 વિકેટો લીધી
અફઘાનિસ્તાન માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધારે 80 રન સ્કોર કર્યાં છે. ભારતીય ટીમનાં ખેલાડી બુમરાહે 39 રન આપીને 4 વિકેટ પોતાના નામ કરી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી.

આ રીતે લીધી વિકેટ
અફઘાનિસ્તાનનાં બેટ્સમેન ઈબ્રાહિમ જાદરાન અને રહમનુલ્લાહ ગુરબાઝે સારી શરૂઆત કરી પણ સાતમી ઓવરમાં જસપ્રીત બુમરાહે આ પાર્ટનરશીપ તોડી અને ઈબ્રાહિમને 22 રન પર પેવેલિયનનો રસ્તો દેખાડ્યો. હાર્દિક પંડ્યાએ રહમનુલ્લાહ ગુરબાજને આઉટ કર્યું. ગુરબાજે 28 બોલમાં 21 રન બનાવ્યાં હતાં. શાર્દુલ ઠાકુરે રહમતને LBW કર્યું. 

બુમરાહે મચાવી ધૂમ
કેપ્ટન હશમતુલ્લાહ અને અજમતુલ્લાની વચ્ચે સારી પાર્ટનરશીપ ચાલી. પણ અજમતુલ્લા 69 બોલ પર 62 રન બનાવીને આઉટ થયાં. હશમતુલ્લાને કુલદીપ યાદવે LBW આઉટ કર્યું. તેમણે 88 બોલમાં 80 રન બનાવ્યાં હતાં. મોહમ્મદ નબી 18 રન બનાવીને બુમરાહ દ્વારા આઉટ થયાં. નજીબઉલ્લાહ જદરાન 2 રન બનાવીને બુમરાહ દ્વારા આઉટ થયાં. 49મી ઓવરની પહેલી બોલમાં બુમરાહે રાશિદ ખાનને આઉટ કરાવ્યું. મુજીબ ઉર રહમાન 10 અને નવીન ઉલ હક 9 રન બનાવીને નાબાદ રહ્યાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ