બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / income from cryptocurrency others virtual assets to avoid any problem during filing itr

તમારા કામનું / IT રિટર્ન ફાઇલ કરતી વખતે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા સાવધાન! નહીં તો મુશ્કેલીમાં થશે વધારો, જાણો કેમ

Bijal Vyas

Last Updated: 06:54 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return: આ વર્ષથી, કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરતી વખતે ક્રિપ્ટોકરન્સી અથવા નોન-ફંગીબલ ટોકનમાં રોકાણમાંથી નફો જાહેર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાંથી સાચી આવક જાહેર કરો
  • ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ વેબસાઇટના AISમાં ટેક્સ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (TIS) પર જઈને આ માહિતી જોઈ શકો છો
  • 1 જુલાઈ, 2022 થીવર્ચ્યુઅલ ડિજિટલ એસેટના દરેક વ્યવહારો પર એક ટકા TDS લાગુ કરવામાં આવ્યો હતો

ITR Filing: શું તમે નાણાકીય વર્ષ 2022-23માં ક્રિપ્ટોકરન્સી અથવા નોન-ફંજીબલ ટોકન જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાં રોકાણ કરીને નફો કર્યો છે? તેથી યાદ રાખો કે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આ માહિતી ટેક્સ વિભાગને આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તે જરૂરી છે કે તમે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાંથી સાચી આવક જાહેર કરો તેમજ નફા પર ટેક્સ ચૂકવો. નહીંતર તમારી સમસ્યાઓ વધી શકે છે.

એસેસમેન્ટ વર્ષ 2023-24 માટે, ઇનકમ ટેક્સ વિભાગે નવા ITR ફોર્મ 2, ITR ફોર્મ 3, ITR ફોર્મ 5, 6 અને ITR ફોર્મ નંબર 7 માં શેડ્યૂલ VDA એટલે કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટનો સમાવેશ કર્યો છે. ટેક્સપેયર્સએ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ક્રિપ્ટોકરન્સી અથવા નોન-ફંગીબલ ટોકન્સમાં કરેલા રોકાણમાંથી નફો જાહેર કરવો પડશે.

આ Cryptocurrency એ કર્યા માલામાલ: એક જ અઠવાડિયામાં ભાવ રૂ.1000થી વધીને સીધા  3000 હજાર કરોડ થયા | This Cryptocurrency has made a fortune: in a single  week the price has gone up

ટેક્સપેયર્સ યાદ રાખો, કર વિભાગ પાસે ક્રિપ્ટોકરન્સી અથવા નોન-ફંજીબલ ટોકન્સમાંથી થયેલા નફા વિશે સંપૂર્ણ માહિતી છે. વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ એક્સચેન્જ ટેક્સ વિભાગને તમામ માહિતી પૂરી પાડે છે. તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ વેબસાઇટના AISમાં ટેક્સ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (TIS) પર જઈને આ માહિતી જોઈ શકો છો.

ટેક્સપેયર્સએ સ્પષ્ટ કરવું પડશે કે શું VDA એસેટમાંથી આવકને વ્યવસાયિક આવક અથવા મૂડી લાભ તરીકે ગણવામાં આવે છે. આ સંપત્તિમાંથી આવકની જાણ કરવાની રહેશે. તમારા દ્વારા જાહેર કરાયેલ આવકમાં કોઈપણ ભૂલ ના રહી જાય તે માટે, ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ એટલે કે ફોર્મ 26AS એકવાર ચેક કરી લો. આ ઉપરાંત, ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ ચકાસી લો. 194S હેઠળ, ટેક્સ કપાત એટલે કે TDS વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે.

Topic | VTV Gujarati

 

વાસ્તવમાં, નાણાકીય વર્ષ 2022-23માં, 1 એપ્રિલથી, વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિઓમાંથી નફા પર 30 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, 1 જુલાઈ, 2022 થીવર્ચ્યુઅલ ડિજિટલ એસેટના દરેક વ્યવહારો પર એક ટકા TDS લાગુ કરવામાં આવ્યો હતો જેથી આવા રોકાણકારોને શોધી શકાય કે જેઓ ક્રિપ્ટોકરન્સી અથવા નોન-ફંજીબલ ટોકન્સમાં રોકાણ કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ