બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / include these food in your diet to improve mood happiness

હેલ્થ / વાત વાતમાં ગુસ્સો બહુ આવે છે? ખીજનો અકસીર ઈલાજ છે આ ફળો, ડાયટ સામેલ કરો 'હેપ્પી હોર્મોન્સ'

Bijal Vyas

Last Updated: 08:01 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોરાક આપણા મૂડને પણ ઘણી હદ સુધી અસર કરે છે. જો તમે હંમેશા ચિડાઈ જાવ છો, તો તમારા મૂડને સુધારવા માટે તમારે અમુક ફૂડ્સને પોતાની ડાયટમાં સામેલ કરો.

  • શરીરમાં હેપ્પી હોર્મોન્સને પ્રોત્સાહન આપવા માંગતા હોય તો ડાર્ક ચોકલેટ ખૂબ જ સારો વિકલ્પ છે
  • લીલા શાકભાજી પણ મૂડ સારો રાખવામાં મદદરૂપ છે.
  • સફરજનને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે

food in your diet to improve mood: મૂડ ફક્ત તમારા સ્વાસ્થ્યને જ અસર કરતું નથી પરંતુ તે તમારી આસપાસના લોકો પર પણ અસર કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે ખુશખુશાલ છો તો ઓફિસ કે અંગત જીવનમાં બધા તમને પસંદ કરે છે જ્યારે લોકો ગુસ્સાવાળા, ઉદાસ કે ચીડાયેલા લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે. કેટલીકવાર કેટલીક સમસ્યાઓના કારણે તમારો મૂડ બગડી જાય છે, પરંતુ જ્યારે આ સમસ્યા ચાલુ રહે છે ત્યારે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. મૂડ સારો રાખવા માટે પોતાના ડેલી રુટીન સુધારવાની સાથે અમુક એવા ફૂડ્સ છે જેને ડાયટમાં સામેલ કરવાથી ફાયદો થઇ શકે છે. 

ખરેખર, આપણો મૂડ પણ હોર્મોન્સ સાથે સંબંધિત છે. જ્યારે આપણે કોઈપણ મનપસંદ પ્રવૃત્તિ જેવા ગીતો સાંભળીએ છીએ, ત્યારે ડોપામાઈન હોર્મોન ઉત્પન્ન થાય છે, જે તમને તણાવમાંથી રાહત આપી શકે છે. અમુક ખોરાક ખાવાથી સેરોટોનિન વધે છે જે મનને શાંત રાખવામાં મદદરૂપ થાય છે. તો આવો જાણીએ ક્યા ફૂડ્સ તમારા મૂડને ફ્રેશ રાખી શકે છે.

ફ્રિઝમાં હમેશાં રાખો આ 1 વસ્તુ, રોજ કટકો ખાઈ લેશો તો અઢળક તકલીફો થશે દૂર |  health benefits of eating dark chocolate

ડાર્ક ચોકલેટ
જો તમે શરીરમાં હેપ્પી હોર્મોન્સને પ્રોત્સાહન આપવા માંગતા હોય તો ડાર્ક ચોકલેટ ખૂબ જ સારો વિકલ્પ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે તમારા મૂડને સુધારવામાં મદદ કરે છે. જો કે, તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ.

નટ્સ અને સીડ્સ 
તમારી ડાયટમાં બદામ, મગફળી, અખરોટ, સૂર્યમુખીના બીજ, તલ, કોળાના બીજ જેવા બદામ અને બીજનો સમાવેશ કરો. આ સેરોટોનિનનું ઉત્પાદન વધારે છે, જે તમારા મૂડને સુધારવામાં મદદરૂપ છે. આ સિવાય નટ્સ અને સીડ્સના અન્ય ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ છે.

પાલક
તમારા ડાયટમાં મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર પાલકનો સમાવેશ કરો. કેટલીકવાર મેગ્નેશિયમની ઉણપ પણ ચિંતા અને તણાવ જેવી સમસ્યાઓનું કારણ બને છે. પાલક સેરોટોનિનના સ્તરને સુધારે છે, જે મૂડને સુધારે છે. આ સિવાય લીલા શાકભાજી પણ મૂડ સારો રાખવામાં મદદરૂપ છે.

કેળાં ખાશો તો નહીં થાય પથરી, ઝાડા-કબજિયાતમાં કારગર છે સફરજન: જાણો 6 ફળોના  એવા ફાયદા, જે કોઈ નથી જાણતું fruits unknown health benefits use in your diet

સફરજન
સફરજનને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે, આ ઉપરાંત તે તમારો મૂડ સારો રાખવામાં પણ મદદ કરે છે. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે ડાયટમાં સફરજનને સામેલ કરો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ