બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Incessant rain, lack of electricity-water, how is the condition of the farmer? How much is the stock in the reservoirs? The government has prepared another option right?

મહામંથન / ખેંચાતો વરસાદ, વીજળી-પાણીનો અભાવ, ખેડૂતની સ્થિતિ કેવી? જળાશયોમાં સ્ટોક કેટલો? સરકારે બીજા વિકલ્પ તૈયાર રાખ્યા ખરા?

Vishal Khamar

Last Updated: 08:54 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મોટા ભાગે ખેડૂતો ખેતી પર આધારીત છે. ત્યારે આ વખતે શરૂઆતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા ખેડૂતોએ અનેક પાકોનું ખેતરમાં વાવેતર કર્યું છે. પરંતું પાકનું વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા હવે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ગુજરાતમાં ચોમાસાનો શરૂઆતનો તબક્કો ધમાકેદાર રહ્યો. જૂન અને જુલાઈમાં જ્યાં જુઓ ત્યાં મૂશળધાર વરસાદના જ સમાચાર હતા. હવે એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે અને વરસાદના કોઈ વાવડ નથી. વરસાદના પ્રારંભિક મિજાજને જોઈને ખેડૂતોએ વાવણી કરી, હવે વરસાદ ખેંચાયો છે અને સ્થિતિ એવી આવી છે કે વાવેલો પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

  • રાજ્યના ખેડૂતોની ચિંતા વધી
  • છેલ્લા એક મહિનાથી વધુ સમય કરતા રાજ્યમાં નથી વરસાદ
  • વરસાદ ખેંચાતા પાક ઉપર સંકટ
  • વરસાદ શરૂઆતના તબક્કે મૂશળધાર વરસ્યો

રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર તો ગત વર્ષ કરતા પણ વધુ છે પરંતુ જરૂરી એ છે કે પાકને જ્યારે પિયતની જરૂર છે ત્યારે પાણી મળી રહે. હવે ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં સ્થિતિ એવી છે કે પિયતનું પાણી પુરતુ ઉપલબ્ધ નથી. ક્યારેક વીજળીનો પણ અભાવ જોવા મળે છે તો પછી આવા સમયે પાકને ટકાવવો તો કેમ ટકાવવો. હવે ખેડૂત પાસે મૂરઝાતા પાકને બચાવવાના વિકલ્પ શું. જે વિસ્તાર ખરીફ પાક ઉપર જ આધારીત છે અને જેની ખેતી વરસાદ આધારીત છે તેવા ખેડૂતો શું કરશે. જે પરિસ્થિતિ બની છે તેમાંથી ખેડૂતો ઉગરશે કેવી રીતે.

  • હવે એક મહિના કરતા વધુ સમયથી વરસાદ બંધ છે
  • રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પણ નહીંવત છે
  • વાવેલો પાક મૂરઝાઈ જાય એવી સ્થિતિ થઈ છે
  • મૂરઝાતા પાકને બચાવવા શું કરવું તે અંગે ખેડૂતો ચિંતિત

રાજ્યના ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા એક મહિનાથી વધુ સમય કરતા રાજ્યમાં વરસાદ નથી પડ્યો.  વરસાદ ખેંચાતા પાક ઉપર સંકટ તોળાઈ રહ્યું છે.  વરસાદ શરૂઆતના તબક્કે મૂશળધાર વરસ્યો. હવે એક મહિના કરતા વધુ સમયથી વરસાદ બંધ છે. રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પણ નહીંવત છે. વાવેલો પાક મૂરઝાઈ જાય એવી સ્થિતિ થઈ છે.
મૂરઝાતા પાકને બચાવવા શું કરવું તે અંગે ખેડૂતો ચિંતિત છે. 

  • શરૂઆતમાં સારો વરસાદ થતા મોંઘા બિયારણ લાવી પાક વાવ્યો
  • હવે એક મહિના સુધી સતત વરસાદ થયો નથી
  • પાકને પાણીની જરૂર છે ત્યારે પાણી ન મળતા પાક સુકાવા લાગ્યો છે

ખેડૂતોની મુશ્કેલી શું?
શરૂઆતમાં સારો વરસાદ થતા મોંઘા બિયારણ લાવી પાક વાવ્યો છે.  હવે એક મહિના સુધી સતત વરસાદ થયો નથી.  પાકને પાણીની જરૂર છે ત્યારે પાણી ન મળતા પાક સુકાવા લાગ્યો છે. અત્યારે પિયત ન કર્યું તો પાક બળી જાય તેવી શક્યતા છે.  પિયત કર્યા બાદ વરસાદ આવ્યો તો પણ પાકને નુકસાન થશે.

વરસાદ ખેંચાયો  ક્યા પાક ઉપર અસર?
મગફળી
કપાસ
બાજરી
ડાંગર
એરંડા
મગ
અડદ

રાજ્યમાં ખરીફ વાવેતર 
 
ચાલુ વર્ષની સ્થિતિ 
 
82 લાખ 19 હજાર 35 હેક્ટર
96.50%
 
2022ની સ્થિતિ 
 
80 લાખ 4 હજાર 9 હેક્ટર
 
છેલ્લા 3 વર્ષની સરેરાશ 
 
85 લાખ 97 હજાર 143 હેક્ટર

 

ચાલુ વર્ષે ખરીફ વાવેતરની ટકાવારી
 
ડાંગર
8.65 લાખ હેક્ટર
102%
 
બાજરી
1.93 લાખ હેક્ટર
109.06%
 
કપાસ
26.77 લાખ હેક્ટર
113%
 
મગફળી
16.34 લાખ હેક્ટર
86%
 
જુવાર
18431 હેક્ટર
73.91%
 
તુવેર
2.01 લાખ હેક્ટર
86.93%
 
મગ
61812 હેક્ટર
67.81%
 
અડદ
78596 હેક્ટર
66.98%
  • વરસાદ આધારીત પાકને જીવનરક્ષક પિયત આપવું
  • વૈકલ્પિક ચાસ અથવા ટપકસિંચાઈથી પાણી આપવું
  • ભેજનું નુકસાન નિવારવા નિંદામણ કરવું

ખેડૂત પાસે વિકલ્પ શું?
વરસાદ આધારીત પાકને જીવનરક્ષક પિયત આપવું. તેમજ  વૈકલ્પિક ચાસ અથવા ટપકસિંચાઈથી પાણી આપવું. ઉભી મગફળીમાં પાળા ચઢાવવા. આંતરખેડથી બાષ્પીભવન રોકવું. વિલંબ બાદ વરસાદ પડે તો મગફળી સિવાયના પાકમાં નાઈટ્રોજન ખાતર આપવું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ