બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / In Vatwa, Bageshwar Sarkar Dhirendra Shastri court was full of devotees

અમદાવાદ / વટવામાં બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ભક્તોનું જાણે કીડિયારું ઉભરાયું, જય શ્રી રામનો ઉદઘોષ

Dinesh

Last Updated: 06:27 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વટવાના શ્રીરામ મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર શરૂ થઈ ગયો, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે,કાર્યક્રમ દરમિયાન સુરક્ષા માટે પોલીસ કર્મીઓ ખડેપગે

  • અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર 
  • વટવાના શ્રીરામ મેદાનમાં દરબાર શરૂ
  • શ્રીરામ મેદાનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા


અમદાવાદમાં બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર ભરાયો છે. અમદાવાદના વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં બાબાના દિવ્ય દરબારનું શરૂ થઈ ગયું છે. શ્રી રામ મેદાનમાં 7:00 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે,  અત્રે તમને જણાવી દઈએ કે, અમદાવાદના ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો, જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે. જે બાદ વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં આયોજન કરાયું છે.

2 કલાકનો દરબાર લગાવશે
અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાયો છે. વટવાના શ્રીરામ મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર શરૂ થઈ ગયો છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિવકૃપા મિત્ર મંડળે દિવ્ય દરબારનું આયોજન કર્યુ છે. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા માટે પોલીસ કર્મીઓ ખડેપગે છે અને 2 કલાકનો દરબાર લગાવશે.  અત્રે જણાવી કે, ગઈકાલે વરસાદના કારણે ઓગણજમાં કાર્યક્રમ રદ થયો હતો 

ગઈકાલે કેન્સલ થયો હતો કાર્યક્રમ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 4-5 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે. ત્યારે ગઈકાલે વરસાદ વેરી બનતા અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. અમદાવાદના ઓગણજ ખાતે 29 અને 30 મેના રોજ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતા 29 મેનો કાર્યક્રમ રદ્દ કરાયો હતો.

વરસાદના કારણે કાર્યક્રમ સ્થળે ભરાયું હતું પાણી
અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળને લઈને આયોજકો અસમંજસમાં હતા. બાદમાં આયોજકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ઓગણજ પાસે યોજાવાનો આયોજન કર્યું હતું. પ્રમુખ સ્વામી મહોત્સવ જે સ્થળે યોજાયો હતો તે જ સ્થળે ધીરેન્દ્ર શાસ્ત્રીને દિવ્ય દરબાર માટે જગ્યા ફાળવવામાં આવી હતી. જે બાદ ભારે વરસાદ વિલન બનતા કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતાં ઓગણજ ખાતે કાર્યક્રમ રદ કરાયો હતો. જે બાદ હવે કાર્યક્રમનું સ્થળ બદલીને વટવા રાખવામાં આવ્યું છે. 

રાજકોટમાં પણ ભરાશે દિવ્ય દરબાર
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ