બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / In the first rain, Gujarat 'saw water' of the system, water in several areas, see pictures

પોલ ખુલી / પહેલા જ વરસાદમાં ગુજરાતે તંત્રનું 'પાણી જોયું', અનેક વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી, જુઓ તસવીરો

Vishal Khamar

Last Updated: 10:47 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સવારથી સાંજે 4 વાગ્યા સુધી કુલ 121 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. ત્યારે ખેડાનાં મહેમદાવાદમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. તેમજ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. પહેલા વરસાદે જ એએમસીનો પ્રિ-મોન્સુન પ્લાન ધોવાઈ ગયો હતો.

  • રાજ્યમા કુલ 121 તાલુકામાં નોંધાયો વરસાદ
  • ખેડાના મહેમદાવાદમાં 2 કલાકમાં 4.3 ઇંચ વરસાદ
  • અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાતા ઠેર ઠેર પાણી ભરાયા

રાજ્યમાં સવારથી લઈ સાંજનાં 4 વાગ્યા સુધી 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  જેમાં સૌથી વધુ વરસાદ ખેડા જીલ્લામાં નોંધાયો હતો. ત્યારે ખેડાનાં મહેમદાવાદમાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્ય નડીયાદમાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ વરસાડનાં ઉમરગામમાં 3.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ આણંદ, ગળતેશ્વર, વાસોમાં 1.7-1.7 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ ખેડા, ઉમરેઠ, કપરાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગાંધીધામ, વડોદરા, પારડીમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ ખંભાળીયા, પારડી, જેતપુર, કુતીયાણા, મેંદરડા, બોરસદ, માણાવદરમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે. 

પંપિંગ મશીન બંધ હોવાથી કલાકો બાદ પણ અંડરપાસ બંધ 
નવસારીમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે પાણી ભરાવવાને લઈ વિપક્ષનો સત્તાપક્ષ પર પ્રહાર કર્યો છે. નડિયાદ નગરપાલિકાનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ નીવડ્યો છે. પંપીંગ મશીન બંધ હોવાથી કલાકો બાદ પણ અંડરપાસ બંધ છે. લાઈટ ગયા બાદ જનરેટર પણ કાર્યરત નથી થયા. ત્યારે જનરેટર ચાલુ ન કરવાથી તમામ અંડરપાસ બંધ છે. ત્યાર કચરો સાફ નથી કરાયો તે કચરો પાઈપલાઈનમાં ઘુસ્યો છે. વિપક્ષ આ મામલે કરશે પ્રમુખ અને CEOને રજૂઆત. ત્યારે વિપક્ષનાં સભ્ય ગોકુલ શાહે સત્તાપક્ષ પર આક્ષેપ કર્યા છે. 

ખેડાના મહેમદાવાદમા 2 કલાકમા 4 ઈંચ જેટલો વરસાદ
ખેડાના મહેમદાવાદમા 2 કલાકમા 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.  બપોરે 12થી 2 સુધીમાં રાજ્યના 56 તાલુકાઓમા વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડાનાં નડીયાદમાં  2 લાકમા 3 ઈંચ વરસાદ. જ્યારે ખેડાના મહુધામા 2 કલાકમા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.  નડીયાદ અને મહેમદાવાદ તાલુકામાં 4-4 ઈંચ વરસાદ પડ્યો છે. 

વરસાદ વરસતા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.જેમાં શહેરના શિવરંજની, વેજલપુર, I I M રોડ અને પ્રહલાદ નગર, SG હાઈવે પર પાણી ભરાયા હતા. ભારે વરસાદને લઈ રોડ-રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામને કરવો પડ્યો હતો.2 કલાકથી વધુ સમય સુધી વરસેલા ભારે વરસાદને લઈ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. આથી રાહદારીઓને પાણીમાં ચાલવાની અને વાહન ચાલકોને પસાર થવાની ફરજ પડીસ હતી. આ સાથે અનેક વાહનોમાં પાણી ભરાતા વાહનો બંધ પડવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

શિવરંજની વિસ્તારમાં ભરાયા પાણી
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદનાં કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ત્યારે શિવરંજની વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

 

ભારે વરસાદથી અમદાવાદના વેજલપુરમાં ભરાયા પાણી 
અમદાવાદમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. ભારે વરસાદથી અમદાવાદનાં વેજલપુરમાં પાણી ભરાયા હતા. ત્યારે દર વર્ષે વરસાદ પડતા જ વેજલપુરમાં પાણી ભરાઈ જાય છે. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે જાહેર રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. 

પ્રથમ વરસાદમાં જ IIM રોડ પર ભરાયા પાણી 
અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પ્રથમ વરસાદમાં જ IIM  રોડ પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહનો બંધ થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. ત્યારે  પગપાળા સિનિયર સીટીઝનો અને પગપાળા જતા વૃદ્ધોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સમસ્યા સાથે પણ લોકો પ્રથમ વરસાદની મઝા માણી રહ્યા હતા. તો બીજી તરફ ગરમીથી રાહત મળી પણ પાણી ભરાઈ રહ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ