બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / In Surat's Mahuva, the occasion of death is given a unique form

અનોખો સંદેશ / પિતાના અવસાન બાદ મરણોત્તર ક્રિયામાં વડોદરાના અધિકારી કર્યું એવું કે બોલી ઉઠશો નવા બીજ રોપ્યા, ચોમેર સરાહના

Dinesh

Last Updated: 07:07 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના મહુવામાં પરિવારે મરણ પ્રસંગને અનોખું રૂપ આપ્યું હતું, મરણોત્તર ક્રિયામાં પધારેલા સ્નેહીજનોને છોડ અને મિલેટ્સ મહોત્સવ અંતર્ગત નાગલીના પાપડ સહિતની કીટ વિતરણ કરી હતી

  • સુરતમાં મરણ પ્રસંગને અપાયું અનોખું રૂપ 
  • સ્નેહીજનોને પર્યાવરણ જાળવણીના સંદેશ આપ્યો
  • સ્નેહીજનોને વૃક્ષોના છોડ, નાગલીના પાપડ આપ્યા

સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારોળિયાં ફળિયામાં રહેતા અને હાલ વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા એક અધિકારીએ પોતાના ઘરમાં બનેલ મરણ પ્રસંગને અનોખું રૂપ આપ્યું હતું. પોતાના પિતાનું  નિધન થતાં મરણોત્તર ક્રિયામાં  પધારેલા સૌ સ્નેહીજનોને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે વિવિધ પ્રકારના વૃક્ષોના છોડ આપી મિલેટ્સ મહોત્સવ અંતર્ગત નાગલીના પાપડ સહિતની કીટ વિતરણ કરી અનોખો સંદેશ પાઠવ્યો હતો.

જાગૃતિ સભર અભિગમ
સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા પંથકના સરકારી અધિકારી કે જે પોતે ખેતીવાડી વિભાગમાં વડોદરા જિલ્લામાં ફરજ બજાવે છે પરંતુ તેમના પિતાનું  ગત 26મી જુનના રોજ નિધન થતા આજે તેમના વતન મહુવા નજીક આવેલ બારોળિયા ફળિયામાં મરણોત્તર ક્રિયા માટે બારમાંની  વિધિ રાખવામાં આવી હતી. જોકે આ મરણોત્તર વિધિમાં કૃષિ અધિકારીએ એવા જાગૃતિ સભર અભિગમો દર્શાવ્યા કે, જેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં

મિલેટ્સ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું 
ખાસ કરીને  આદિવાસી સમાજમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ ઘણી બધી પ્રથાઓ જોડાયેલી હોય છે. જોકે આ મહેશભાઈ માધુભાઈ પટેલના પરિવારજનો આ તમામ પ્રથાઓને તિલાંજલિ  આપીને મરણોત્તર ક્રિયામાં પધારેલા સ્નેહીજનોને આંબાની કલમ, તુલસીના છોડ, તેમજ નાળિયેરીના રોપા વિતરણ કર્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય મીલેટ્સ 2023 અંતર્ગત તમામને આ પરિવાર દ્વારા મિલેટ્સમાં આવતી વાનગીઓ પોસ્ટિક આહાર મળી રહે તેવું મિલેટ્સ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

સામાજિક જાગૃતિ
સ્વર્ગવાસી માધુભાઈ મેઘાભાઈ પટેલના બારમાની વિધિ નિમિત્તે પરિવારજનો દ્વારા બારડીયા ફળિયામાં સ્મરણાર્થે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને આ તમામ વસ્તુઓની સાથે આ વિસ્તારને આદિવાસી વિસ્તાર પણ ગણાય છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોની જરૂરી ત્રુટીઓ નિવારીને તમામ આદિવાસી ખેડૂતોને આ લાભ સમયસર મેળવી શકે તે માટેની કામગીરી પણ આ 12માંની વિધિના સ્થળે જ કરી હતી. એક મરણ પ્રસંગને પણ સામાજિક જાગૃતિના રૂપમાં ફેરવી દીધો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ