બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / In July-September, the country's total debt rose to Rs. 205 lakh crore, the IMF warned

રિપોર્ટ / ભારત પર દેવાનો બોજ વધ્યો: જુલાઈ-સપ્ટેમ્બરમાં દેશનું કુલ દેવું વધીને રૂ. 205 લાખ કરોડ થયું, IMF આપી હતી ચેતવણી

Megha

Last Updated: 03:07 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનું કુલ દેવું $2.47 ટ્રિલિયન એટલે કે રૂ. 205 લાખ કરોડ પર પહોંચી ગયું છે. જેમાં કેન્દ્ર સરકાર પર સૌથી વધુ 161.1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે

  • ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની ગઈ છે 
  • દેશનું કુલ દેવું 2.47 ટ્રિલિયન ડોલર એટલે કે 205 લાખ કરોડ થઈ ગયું 
  • કેન્દ્ર સરકાર પર સૌથી વધુ 161.1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે

ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની ગઈ છે પરંતુ તેની સાથે દેશ પર બોજો પણ બધી રહ્યો છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ આંકડા જણાવી રહ્યા છે. એક રિપોર્ટમાં આ વિશે જાણકારી આપવામાં આવી છે કે દેશનો કુલ બોજો એટલે કે કુલ દેવું આ ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાટરમાં વધીને 2.47 ટ્રિલિયન ડોલર એટલે કે 205 લાખ કરોડ થઈ ગયો છે. જો કે આ દરમિયાન ડોલરની કિંમતમાં વધારો થયો એ પણ અસર કરી રહ્યું છે. 

Tag | VTV Gujarati

ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કુલ દેવું $2.34 ટ્રિલિયન એટલે કે રૂ. 200 લાખ કરોડ હતું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર એક્સપર્ટસનું કહેવું છે કે “કેન્દ્ર સરકારનું દેવું સપ્ટેમ્બર ક્વાર્ટરમાં $1.34 લાખ કરોડ એટલે કે રૂ. 161.1 લાખ કરોડ હતું, અને માર્ચ ક્વાર્ટરમાં 1.06 લાખ ડોલર એટલે કે રૂ. 150.4 લાખ કરોડ હતું. 

રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર પર સૌથી વધુ 161.1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે એટલે કે કુલ દેવાના 46.04 ટકા. આ પછી, દેવામાં રાજ્ય સરકારોનો હિસ્સો 24.4 ટકા એટલે કે 604 અબજ ડોલર (રૂ. 50.18 લાખ કરોડ) છે.

સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજકોષીય ખર્ચ $111 બિલિયન એટલે કે 9.25 લાખ કરોડ રૂપિયા છે, જે કુલ દેવાના 4.51 ટકા છે. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ દેવામાં કોર્પોરેટ બોન્ડનો હિસ્સો 21.52 ટકા હતો, જે $531 બિલિયન (રૂ. 44.16 લાખ કરોડ) છે.

 Public Sector banks submitted 35 crore rupee of unclaimed amount to RBI

IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ અગાઉ પણ ભારતને દેવા અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે ભારતનું સામાન્ય સરકારી દેવું કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે GDPના 100 ટકાથી વધી શકે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળામાં લોન ચૂકવવી મુશ્કેલ બની શકે છે. જોકે, કેન્દ્ર સરકાર IMFના રિપોર્ટ સાથે અસંમત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ