બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / In Jasdan, Dhoraji and Jetpur of Rajkot, forest department teams are working to capture the leopard.

ભયનો માહોલ / રાજકોટની આસપાસના જંગલમાં છે 40 દીપડા, કેટલાકના શહેરમાં પણ આંટાફેરા, બચવા માટે ખાસ માનો આ સલાહ

Dinesh

Last Updated: 05:48 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટના જસદણ, ધોરાજી અને જેતપુરમાં દીપડો દેખાવાને લઇ વન વિભાગની અનેક ટીમો દીપડાને ઝડપી લેવા કામે લાગી છે

  • રાજકોટના આસપાસના જંગલમાં 40 દીપડા ફરી રહ્યા છે
  • જિલ્લામાં દિપડાની દહેશતને પગલે વન વિભાગ સતર્ક
  • અગાઉ રાજકોટર, જસદણ, ધોરાજી, જેતપુર પંથકમાં દીપડા દેખાયા


રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયેલા દીપડાને લઇને વનવિભાગે સતર્ક બન્યું છે. રાજકોટના જસદણ, ધોરાજી અને જેતપુરમાં દીપડો દેખાવાને લઇ વન વિભાગની અનેક ટીમો દીપડાને ઝડપી લેવા કામે લાગી છે. દીપડાની ગ્રામ્ય પંથકમાં દહેશતને લઇ અલગ અલગ જગ્યાએ 5 પાંજરા મુકવામાં આવ્યા છે. બીજી બાજુ દીપડો સાંજના સમયે કોઇ વ્યક્તિ પર હુમલો ન કરે તે માટે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સુવા માટે વનવિભાગે લોકોને અપીલ કરી છે. વનવિભાગ રાજકોટના ગ્રામ્ય પંથકમાં દીપડાની હીલચાલ પર નજર રાખી રહ્યું છે.

DFO તુષાર પટેલ

DFO તુષાર પટેલનું નિવેદન
રાજકોટ વન વિભાગના DFO તુષાર પટેલે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ 22 તારીખે દીપડો દેખાયાના સમાચાર વન વિભાગને મળ્યા હતા, ત્યારથી જ અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન દીપડો હોવાના નિશાનો પણ જોવા મળ્યા હતા. રાજકોટમાં મોટા ભાગે વિસ્તારના વન વિસ્તારમાં દીપડાની વસ્તી છે, જે હ્યુમન વિસ્તારમાં આવતા નથી પરંતુ ક્યારેક આવી જાય છે. જો કે, તે માનવ વસવાટ વિસ્તારમાં આવી જતા તેને પકડવા માટે કામગીરી ચાલી રહી છે.

Leopard flapping in Rajkot! For the last 10 days, the forest department has been on the run, fearing that the city is being...

વાંચવા જેવું:  રાજકોટમાં મોત સે દોસ્તી ગ્રુપના 14 યુવકોની ધરપકડ: હાઇવે પર રેસ લગાવીને કરતાં હતા આવા કાંડ

લોકોને અપીલ
વન વિભાગે લોકોને અપીલ કરી છે કે, કેટલીક અફવાઓથી દૂર રહેવું જોઈએ અને વન વિભાગ દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તેમજ રાત્રીના સમય એકલા ટ્રાવેલિંગ ન કરવું જોઈએ. વધુમાં કહ્યું કે, વાડી વિસ્તારમાં એકલા જવાનું ટાળવું જોઈએ. વધુમાં સલાહ આપી છે કે, દસથી પંદર લોકોના ટોળામાં ફરવું જોઈએ. વાડી વિસ્તારના લોકોને બંધ ઓરડામાં ઉંઘવું જોઈએ. જો કોઈ વાડી વિસ્તારમાં કોઈ માસ-મચ્છી જમતા હોય તો તેમને વધેલો ભાગ જ્યાં ત્યાં ફેકવો જોઈએ નહી તેમજ તેને જમીનમાં દાટી દેવો જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ