બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / In Chandkheda, the gym trainer grabbed the girl's hand in the lift, said: If I tell anyone, I will kill him, filed a complaint

ધરપકડ / ચાંદખેડામાં જિમ ટ્રેનરે લિફ્ટમાં યુવતીનો હાથ પકડી અડપલાં કર્યા, કહ્યુંઃ કોઈને કહીશ તો મારી નાખીશ, ફરિયાદ દાખલ

Vishal Khamar

Last Updated: 10:06 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાંદખેડા પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં જીમ ટ્રેનર મહિલાને લીફ્ટમાં જતા અને આવતા સમયે અડપલા કર્યાની ફરિયાદ કરી છે. ચાંદખેડા પોલીસે આરોપીની અટકાયત પણ કરી છે.

  • અમદાવાદના ચાંદખેડામાં જીમ ટ્રેનર સામે છેડતીની ફરિયાદ
  • સરજુ એરેના કોમ્પલેક્ષમાં MAF જીમના ટ્રેનર સામે ફરિયાદ 
  • ચાંદખેડા પોલીસે આરોપી નિલેશ ચૌહાણ કરી અટકાયત

 મહિલાઓની છેડતીના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જિમમાં કસરત કરવા માટે પુરુષ ટ્રેનર રાખતી યુવતી માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં એક જિમ ટ્રેનરે લિફ્ટમાં હાથ પકડી યુવતીની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. જિમ ટ્રેનરે તેને કહ્યું હતું કે જો કોઈને કહીશ તો તને મારી નાખીશ. જેથી પીડિત યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. 

યુવતિ જીમમાં કસરત કરવા જાય છે
ચાંદખેડામાં રહેતી બીના (નામ બદલ્યું છે)એ છેડતીની ફરિયાદ નોંધાવી છે. બીના આઇઓસી રોડ પર બાઈકનો શો રૂમ ધરાવે છે. બીના ચાંદખેડા ખાતે આવેલ એમએએફ ફિટનેસ જિમમાં કસરત કરવા જાય   છે. ત્યાં તેને જિમ ટ્રેનર નીલેશ ચૌહાણ કસરત શીખવાડે છે.

નિલેશે બીનાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતીઃયુવતી
બીના જ્યારે જિમમાં કસરત કરવા ગઈ હતી અને જ્યારે જિમમાંથી લિફ્ટ દ્વારા નીચે જતી હતી. આ વખતે લિફ્ટમાં જિમ ટ્રેનર નીલેશ પણ હતો.નીલેશ લિફ્ટમાં અચાનક બીનાને સ્પર્શ કરવા લાગ્યો હતો. જેથી બીનાએ તેને ધક્કો માર્યો છતાં તે સ્પર્શ કરતો હતો. આથી બીનાએ નીલેશને કહ્યું કે મારા પતિને આ વાતની જાણ કરી દઈશ. નીલેશે બીનાને કહ્યું હતું કે તારા પતિને કાંઈ કહેતી નહીં નહિતર તને જાનથી મારી નાખીશ તેવું કહી ધમકાવી હતી.

ચાંદખેડા ખાતે આવેલ MAF ફિટનેસ જિમ

નીલેશ બીના પાસે તેનો ન્યૂડ ફોટો માગ્યો હતોઃ યુવતિ
એક દિવસ નીલેશે બીનાને કહ્યું હતું કે મને તારો આજનો ફોટો અને છ મહિના પહેલાનો ફોટો આપવો પડશે. બીનાએ કહ્યું હતું કે થોડી વાર પછી આપું. જોકે નીલેશ બીના પાસે તેનો ન્યૂડ ફોટો માગ્યો હતો. બીનાએ ફોટો નહીં આપું તેમ કહ્યું હતું. બીના જ્યારે એરોબિક્સના ક્લાસમાં હતી ત્યારે નીલેશે તેને કલાસમાંથી બહાર બોલવીને કહ્યું હતું કે તું નીચે આવ મારે કામ છે. આમ કહી તે લિફ્ટમાં લઇ ગયો હતો. 

વી એસ વણઝારા (PI, ચાંદખેડા પોલીસ સ્ટેશન)

પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી
નીલેશે લિફ્ટમાં બીભત્સ અડપલાં કર્યાં હતાં. બીના લિફ્ટમાંથી નીકળી ન જાય તે માટે તેનો હાથ પકડીને જબરદસ્તી કરી હતી. બીના આ દરમિયાન નીલેશને ધક્કો મારીને લિફ્ટની બહાર નીકળી ગઈ હતી. બીનાએ તરત તેના પતિને જાણ કર્યા બાદ પોલીસને બોલાવી લીધી હતી. બીનાએ જિમ ટ્રેનર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ