બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Anand, Chief Minister Bhupendra Patel inaugurated various projects worth 270 crores.

સુવિધા / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદને આપી 270 કરોડના કાર્યોની ભેટ, હોસ્ટેલ, તળાવ, આરોગ્ય સહિત આ સુવિધાઓ મળશે લાભ

Dinesh

Last Updated: 08:04 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM Bhupendra Patel Statement: આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, સૌથી વધારે નોકરી આપતું કોઈ રાજ્ય હોય તો ગુજરાત છે

  • આણંદના લોકોને CMએ વિકાસકાર્યોની આપી ભેટ
  • 270 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું 
  • 213 કરોથી વધુ બજેટના 13 પ્રકલ્પોનું CMએ ખાતમુહૂર્ત કર્યું  


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આણંદની મુલાકાતે હતા. જેમણે આણંદને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી હતી.  213 કરોથી વધુ બજેટના 13 કામોનું ખાતમુહૂર્ત કરાયુ તેમજ 51 કરોડથી વધુના 9 કામોનું લોકાર્પણ અને 270 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયુ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

વિકાસ કાર્યોની ભેટ
 મુખ્યમંત્રીએ સોજીત્રા નગરપાલિકામાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા 8.85 કરોડના કામનું ઇ-ખાતમુહૂર્ત કર્યુ છે. તેમજ આણંદમાં મોડલ ફાયર સ્ટેશન અને ક્વાટર્સ માટેના 5.47 કરોડના કામનું ઇ-ખાતમુહૂર્ત કર્યુ છે. તેમજ CMએ આણંદની સરદાર પટેલ યુનિ.માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની હોસ્ટેલ માટે 3 કરોડના કામનું ઇ-ખાતમુહૂર્ત કર્યુ છે. આ સાથે ખંભાતના કલમસર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે 1.10 કરોડના કામનું ઇ-ખાતમુહૂર્ત કર્યુ છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ આણંદ નગરપાલિકાના કાનોડ તળાવના બ્યુટિફીકેશનના માટે 86.73 લાખના કામનું ઇ-ખાતમુહૂર્ત કર્યુ છે. તેમજ આણંદના ગાર્ડન ડેવલોપમેન્ટ માટે 47.79 લાખના કામનું ઇ-ખાતમુહૂર્ત કર્યુ છે. આ ઉપરાંત ઉમરેઠના અહીમાં ગામે આયુર્વેદિક ડીસ્પેન્સરી માટે 25 લાખના કામનું ઇ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યુ છે.

'વિકાસની રાજનીતિ નરેન્દ્ર ભાઈએ શરૂ કરી છે'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિ નરેન્દ્ર ભાઈએ શરૂ કરી છે, વડાપ્રધાને કહ્યું હતું કે મારી સરકાર સેવા અને સુશાસનની હશે. આજે તાલુકા લેવલે ડાયાલિસિસ સેન્ટર ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી આવે એટલે બેરોજગારીનો મુદ્દો આવે છે. 2024માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવા જઈ રહ્યા છે. વાઇબ્રન્ટ શરૂ કર્યું ત્યારથી સારામાં સારી રોજગારી અને ધંધા ઉભા કર્યા છે.  

'સૌથી વધારે નોકરી આપતું રાજ્ય ગુજરાત છે'
તેમણે કહ્યું કે, સૌથી વધારે નોકરી આપતું કોઈ રાજ્ય હોય તો ગુજરાત છે. ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો ઉભી કરી છે. તેમણે કહ્યું કે, હોસ્પિટલોમાં હેલ્થકાર્ડ લઈ દર્દીઓ સ્વસ્થ થઈ પાછા આવી રહ્યા છે. આજે મોદી સાહેબની ગેરન્ટી ચાલી છે. સેવા સુશાસનની ગેરંટી, ઘરે ઘરે નળથી જળ એ ગેરંટી છે. ખેડૂતોને રૂ.6000 મળે છે એ પણ ગેરન્ટી છે. 2047માં વિકસિત ભારત બનાવવાનો મોદીજીનો સંકલ્પ છે. ઘરે બેઠા સરકાર યોજનાઓનો લાભ આપશે. વિકસિત ભારત યાત્રા એના માટે શરૂ કરી છે. સરદાર પટેલને નરેન્દ્ર ભાઈએ ગૌરવ અપાવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ