બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / In a rare occurrence, wife keeps wickets for husband in ECS Kummerfield T10 tournament
ADVERTISEMENT
આ સિરીઝની સેમિફાઇનલ મેચમાં એ વખતે ઇતિહાસ રચાયો, જ્યારે એક વિકેટકીપરના સ્થાને તેની પત્નીએ વિકેટકીપિંગ કર્યું. કેએસવી ક્રિકેટ ક્લબ તરફથી રમી રહેલો ફિન સદારંગાની વિકેટકીપર છે. મેચ દરમિયાન તેણે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આથી વિકેટકીપરનું સ્થાન તેની જ પત્ની શરાન્યા સદારંગાનીએ સંભાળ્યું અને ઇતિહાસ રચાઈ ગયો.

ADVERTISEMENT
સેમિફાઇનલમાં જ્યારે તેનો પતિ ફિન બોલિંગ કરી રહ્યો હતો ત્યારે શરાન્યા વિકેટકીપિંગ કરી રહી હતી. ક્રિકેટના મેદાનમાં આવું દૃશ્ય ક્યારેય જોવા મળ્યું નહોતું. શરાન્યા સદારંગાની અને ફિને પ્રેમલગ્ન કર્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે પતિ ફિને શરાન્યાની સરનેમ પોતાના નામની પાછળ લગાડી છે. ઉલ્લેખનીય છે કે શરાન્યા સદારંગાનીએ તાજેતરમાં જ સમાચારોમાં ઝળકી હતી. યુરોપિયન ક્રિકેટ સિરીઝ ટી-૧૦ લીગમાં પુરુષોની ટીમમાં રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર છે. શરાન્યા ભારતીય મૂળની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.