બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Impostor Ramesh Pfeffer, who gave a controversial statement in Rajkot, has been detained by the police

રાજકોટ / પોતાને કલ્કી અવતાર માનનાર ઢોંગી રમેશ ફેફરે બ્રાહ્મણ-ક્ષત્રિય સમાજ વિશે કરી આપત્તિજનક ટીપ્પણી, થઈ અટકાયત, કેસ વિવાદાસ્પદ

Dinesh

Last Updated: 06:30 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટમાં રમેશ ફેફર નામના વ્યક્તિનું વિવાદાસ્પદ નિવેદન આવતા વિવિધ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, સમગ્ર બાબતને લઈ ઢોંગી રમેશ ફેફરની પોલીસે અટકાયત પણ કરી છે

  • રાજકોટના ઢોંગી રમેશ ફેફરની પોલીસે કરી અટકાયત
  • બ્રહ્મ સમાજ અગ્રણી સની જાનીનું રમેશ ફેફરને લઈને નિવેદન
  • 'સમાજની લાગણી ન દુભાય તે માટે કાર્યવાહી થવી જોઇએ'


રાજકોટમાં રમેશ ફેફરનું વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પોતાને કલ્કી અવતાર માનનાર રમેશ ફેફરનો બફાટ સામે આવ્યો છે.  રમેશ ફેફરે બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજ વિશે આપત્તિજનક ટીપ્પણી કરતા મામલો ગરમાયો છે.  

રમેશ ફેફર

બ્રહ્મ સમાજના અગ્રણી સની જાનીનું નિવેદન
રાજકોટમાં રમેશ ફેફર નામના વ્યક્તિનું વિવાદાસ્પદ નિવેદન આવતા વિવિધ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હિંદુ ધર્મ વિશે પણ અપમાનજનક ટીપ્પણી કરી છે.  જો કે, સમગ્ર બાબતને લઈ ઢોંગી રમેશ ફેફરની પોલીસે અટકાયત પણ કરી છે. રાજકોટના બ્રહ્મ સમાજના અગ્રણી સની જાનીએ જણાવ્યું કે, સમાજની લાગણી ન દુભાય તે માટે તેની સામે કાર્યવાહી થવી જોઇએ.વધુમાં કહ્યું કે, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. વધુમાં ઉમેર્યું કે, સમગ્ર મામલે રમેશ ફેફરે પણ પોતાના વકીલને બોલાવ્યા હતા અને રમેશ ફેફરે માફી માગી નથી.

બ્રહ્મ સમાજના અગ્રણી સની જાની

કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ શું કહ્યું 
રમેશ ફેફર દ્વારા અપાયેલા વિવાદિત નિવેદનને કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે, રમેશ ફેફરનું મો કાળુ કરનારને 11 હજારના ઇનામ વધુમાં કહ્યું કે, સરકાર દ્વારા તાત્કાલિક પગલા લઇ ફરિયાદ દાખલ કરે અને રમેશ સનાતન ધર્મમાં માનનારા લોકોની માફી માંગે.

હેમાંગ રાવલ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ