બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important news for passengers going to Mount Abu, Palanpur-Aburoad highway closed

નિર્ણય / આબુ અથવા રાજસ્થાન જતાં ગુજરાતીઓ ચેતજો: ખાડા પડવાના કારણે બંધ કરવો પડ્યો આ રસ્તો, થયો ટ્રાફિક જામ

Malay

Last Updated: 11:36 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુર-આબુરોડ હાઇવે પર મોટા મોટા ખાડા પડી જતાં હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે આબુરોડ જવા માટે પાલનપુરના એરોમા સર્કલથી 35 કિલોમીટરનું ડાયવર્ઝન અપાયું છે.

  • પાલનપુર-આબુરોડ હાઈવે કરાયો બંધ
  • રસ્તા પર ખાડા હોવાને કારણે હાઈવે બંધ 
  • રાજસ્થાન જતા અનેક વાહનચાલકો અટવાયા

માઉન્ટ આબુ જતાં મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વરસાદના કારણે પાલનપુર આબુરોડ હાઇવે પર મોટા મોટા ખાડા પડી જવાને કારણે વાહનો ફસાઈ ગયા છે. જેના કારણે પોલીસ દ્વારા પાલનપુર-આબુરોડ હાઈવે બંધ કરાયો છે. છેલ્લા 2 મહિનામાં હાઈવે બીજી વખત બંધ કરવામાં આવ્યો છે. પાલનપુર આબુરોડ હાઈવે બંધ કરાતા એરોમા સર્કલથી આબુરોડ જવા માટેનું ડાયવર્ઝન અપાયું છે.

35 કિલોમીટરનું ડાયવર્ઝન અપાયું
સામાન્ય વરસાદમાં રસ્તા પર ખાડા પડી જતાં તેમાં વાહનો ફસાઈ ગયા છે. જેના કારણે પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાલનપુર એરોમા સર્કલથી આબુરોડ માર્ગ પર જવા માટે 35 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અમદાવાદથી આબુ જતા વાહનોને ચંડીસર વાઘરોળ થઈને ડાયવર્ઝન અપાયું છે. જેના કારણે પાલનપુર એરોમા સર્કલ પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. અમદાવાદ અને અન્ય વિસ્તારથી રાજસ્થાન જતા અનેક વાહનચાલકો અટવાયા છે.

વાહનચાલકોને હાલાકી 
પાલનપુર-આબુરોડ હાઇવે પર સામાન્ય વરસાદમાં મોટા મોટા ખાડા પડી જતાં આ હાઈવે બંધ કરવાનો વારો આવ્યો છે. આ હાઈવે પરથી દરરોજ હજારો વાહનો પસાર થયા છે. ત્યારે હાઇવે બંધ કરવામાં આવતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ખાડામાં ફસાઈ ટ્રક

બે માસમાં ચોથી વખત બંધ કરાયો હાઈવે 
આપને જણાવી દઈએ કે, NHAIની નબળી કામગીરીના કારણે પાલનપુર-આબુરોડ હાઇવે બે માસમાં ચોથી વખત બંધ કરાયો છે. ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ રસ્તાને લઈને ચોક્કસ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ