ચા એ સૌથી લોકપ્રિય પીણું છે. એમાં પણ શરદી અથવા ખાંસી જેવી સીઝનલ સમસ્યાઓમાં લોકો ગરમાગરમ ચાની ચુસ્કી મારી લેતા હોય છે. જોકે, ઘણાં લોકો ચાને હેલ્ધી નથી માનતા પરંતુ જો તમે ચા કે બ્લેક ચા બનાવતી વખતે તેમાં 2 વસ્તુ નાખી દેશો તો તે એક ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક બની જશે. જી હાં, ચાલો જાણીએ.
શરદી-ખાંસી અને કફમાં લાભકારક છે ચા
રોજ આ 2 વસ્તુ ચામાં નાખીને પીઓ
ઝડપથી વધશે તમારી ઈમ્યૂનિટી
આજકાલ જ્યારે કોરોનાના સમયમાં સૌથી વધુ ભાર ઈમ્યૂનિટી વધારવા પર આપવામાં આવે છે. એવા સમયે જો તમે ઓછી મહેનતમાં તમારી ઈમ્યૂનિટી વધારવા માંગો છો તો આ સૌથી બેસ્ટ ઉપાય છે. રોજ આવી ચા પી લેવાથી તમારી ઈમ્યૂનિટી બૂસ્ટ થશે. તમને જણાવી દઈએ કે, ચા સૌથી હેલ્ધી ડ્રિંકમાંથી એક છે. ચામાં આદુ, ગોળ અથવા મધ મિક્સ કરવાથી તમારી ચા સ્પેશિયલ બની જાય છે. ચા અનેક રીતે બનાવીને પી શકાય છે.
ચામાં નાખો આ 2 વસ્તુઓ
હવે તમે જ્યારે પણ ચા બનાવો ત્યારે તેમાં ચપટી મુલેઠી પાઉડર અને ચપટી લવિંગનો પાઉડર મિક્સ કરવો. આા બંને વસ્તુઓ બજારમાં સરળતાથી મળી રહેશે. આ તમારી ઈમ્યૂન સિસ્ટમ પર જાદુની જેમ અસર કરે છે. કોલ્ડ, કફ, ગળામાં ખારાશ જેવી સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરે છે.
મુલેઠી અને લવિંગના ફાયદા
જો તમારે શરદી-ખાંસીથી બચવું હોય અને ઈમ્યૂનિટી ઝડપથી બૂસ્ટ કરવી હોય તો મુલેઠી અને લવિંગનો ઉપયોગ કરવો. આમાંરહેલાં એન્ટીઈન્ફ્લામેટરી તત્વો, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ફેફસાના ઈન્ફેક્શન સામે પણ રક્ષણ કરે છે અને ઈમ્યૂનિટી વધારે છે. લવિંગમાં એન્ટીવાયરલ પ્રોપર્ટી રહેલી હોય છે. જે કંજેશનને ખતમ કરવામાં મદદ કરે છે.
એક દિવસમાં કેટલીવાર ચા પીવાય?
વધુ પ્રમાણમાં ચા પીવાથી નુકસાન થઈ શકે છે. જેથી વધુમાં વધુ રોજ 3-4 કપ ચા પી શકાય છે.