બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / If your immunity is down, don't worry, know the remedy

હેલ્થ ટિપ્સ / જો તમારી ઇમ્યુનિટી છે ડાઉન, તો રહો બેફિકર, જાણી લો રામબાણ નુસખા

Megha

Last Updated: 04:45 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સહિતના અન્ય વાઇરસને ટક્કર આપવા માટે મજબૂત રોગ પ્રતિકારક શકિતની જરૂર પડે છે.જો ઇમ્યુનિટી પાવર સારું હશે તો દરેક બીમારી સામે સારી લડત આપી શકીશું.

  • વાઇરસને ટક્કર આપવા માટે મજબૂત રોગ પ્રતિકારક શકિતની જરૂર પડે
  • ઈમ્યુનિટી વધારવાના આ છે રામબાણ નૂસખા

તબીબો એમ કહી રહ્યા છે કે કોરોના વાઈરસ હવે આપણી વચ્ચે જ રહેવાનો છે અને આ સંજોગોમાં શરીરની ઇમ્યુનિટી વધારવા પ્રયાસો કરવા જોઇએ. કોરોના સહિતના અન્ય વાઇરસને ટક્કર આપવા માટે મજબૂત રોગ પ્રતિકારક શકિતની જરૂર પડે છે. જો આપણે સારો ઇમ્યુનિટી પાવર ધરાવતા હોઇશું તો દરેક બીમારી સામે સારી લડત આપી શકીશું. તબીબી નિષ્ણાતો દરરોજ પાણી, દૂધ અને જ્યૂસ સહિત ચાર લિટર લિક્વિડની સાથે ફેફસાને મજબૂત બનાવવા ‘પલ્મોનરી રિહેબિલિટેશન’ પર ભાર મૂકી રહ્યા છે. ફેફસાં અને ફેફસાંની દીવાલો મજબૂત બનતાં વાઇરસની મારક ક્ષમતા ઘટે છે. 

- રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ, સરગવો, રોજ એક કપ તજનું પાણી, દ્રાક્ષ, કોબીજ અને મેથીની ભાજીનો વધુ ઉપયોગ કરવો જોઇએ તેમજ નિયમિત કસરત કરવી જોઇએ.
- શરીરને ડિહાઇડ્રેડ થતું બચાવવા દરરોજ ચાર લિટર લિક્વિડની સાથે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરને ત્રણને બદલે છ ભાગમાં વહેંચી નાંખો અને ગુજરાતી ભોજનને પ્રાધાન્ય આપવું જોઇએ. 
- કોરોનાનાં સંક્રમણમાં ‘પલ્મોનરી રિહેબિલિટેશન’થી ફેફસાં અને ફેફસાંની દીવાલો મજબૂત બનતાં વાઇરસની મારક ક્ષમતા ઘટે છે. રોજ ચાર લિટર પ્રવાહી લેવાથી ફેફસાંમાં જામેલો કફ નીકળી જાય છે.

રોગ પ્રતિકારક શકિત વધારતો ખોરાક
રોજ ચાર લિટર લિક્વિડ, જેમાં દાળ‌, લીંબુ પાણી, જ્યૂસ, સૂપ, દૂધ, છાશ, દહીં, ચાની સાથે ફાઈબરયુકત સિઝનલ શાકભાજી - ફ‌ળો અને શાકભાજી-ફળોની સ્મૂધિ લઇ શકાય. ઘણી વાર ગરમીને લીધે પરસેવા દ્વારા શરીરમાંથી મિનરલ વિટામિન્સ ઘટે છે, જેથી પાણીમાં લીંબુ, ખાંડ કે મીઠું નાંખી પીવું જોઇએ. તુલસી-આદું-ફુદીનાનો ઉકાળો, ગ્રીન ટી, હળદર-મીઠાનાં પાણીના કોગળા કરવા જોઇએ.

સિંગદાણા, બદામ, સોયાબીન, કાજુ જેવાં તૈલી પદાર્થોમાંથી વિટામિન ઈ મળે છે. વિટામિન ઈ ધરાવતા પદાર્થોમાં એન્ટિ-એજિંગ તત્વો પણ રહેલાં છે જે આપણા શરીરના કોષોને થતો ઘસારો અટકાવે છે અને આપણા શરીરમાં કોલેસ્ટ્રોલને ઉત્પન્ન થતું અટકાવે છે.

વનસ્પતિજન્ય પદાર્થોમાં કુદરતી રીતે જ ઇમ્યુનિટી વધારવાની શક્તિ રહેલી છે. શરીરની ઇમ્યુન-સિસ્ટમ સારી રીતે કાર્ય કરે એ માટે ઍન્ટિ-ઓક્સિડન્ટ ધરાવતા પદાર્થો જેવા કે વિટામિન સી, ઈ, એ અને ઝિન્ક, આયર્ન, કોપર, સેલેનિયમ ધરાવતા પદાર્થોનો ખોરાકમાં સમાવેશ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ