બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / If you look at the condition of Heritage City, where will such clumsy administration allow Ahmedabad to become a smart city?

ટેક્સ ભરો,બાકી ભૂલો / હેરિટેજ સીટીની હાલત તો જુઓ, આવો અણઘડ વહીવટ ક્યાંથી અમદાવાદને સ્માર્ટ સિટી બનવા દેશે?

Mehul

Last Updated: 10:47 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રોડ બન્યા પછી કોર્પોરેશનને યાદ આવે છે કે ગટરની પાઈપો નાંખવાની રહી ગઈ,પછી .બનેલો રોડ તોડવામાં આવે ફરી કામ શરૂ કરાય છે. જેમાં પણ વર્ષોનો સમય લાગી જાય છે

  • ગમે તેટલો ટેક્સ ભરો, નસીબમાં તો ખાડા-ખબડા જ છે. 
  • પૂર્વ હોય કે પશ્ચિમ રસ્તા ચો-તરફ એક સરખા જ છે 
  • નિકોલથી માંડીને ઇસ્કોન સુધી રસ્તાના કારણે ટ્રાફિક જામ 

અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મળેલો છે.અને સ્માર્ટ સીટી બનાવવાનું સરકાર સપનું જોઈ રહી છે.પણ અમદાવાદમાં તંત્રનો જે રીતે વહીવટ ચાલી રહ્યો છે તે ક્યારેય આ શહેરને સ્માર્ટ નહીં બનવા દે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધિશોને એ ખબર નથી પડતી કે રોડ કેવી રીતે બનાવાય. રોડ બન્યા પછી કોર્પોરેશનને યાદ આવે છે કે ગટરની પાઈપો નાંખવાની રહી ગઈ...બનેલો રોડ તોડવામાં આવે છે. અને બનાવવાનું કામ શરૂ કરાય છે. જેમાં મહિના નહીં પણ વર્ષોનો સમય લાગી જાય છે જેના કારણે પ્રજા પરેશાન થઈ જાય છે. અને આવી સ્થિતિ શહેરના અનેક વિસ્તારોમાં છે. ક્યાં કેવા ખાડા પડ્યા છે અને તેનાથી પ્રજા શું પરેશાન થઈ રહી છે ?

તંત્ર મૂક-બધીર અવસ્થામાં 
આપણે અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યાથી પીડાઈએ છીએ. અને આ સમસ્યા માત્ર વાહનો વધવાને કારણે જ નહીં પણ સત્તાધિશોના વહીવટને કારણે પણ છે. નિકોલમાં  ગટરની લાઈનનું કામ હાથ ધરાયું છે..પરંતુ આ કામ વિકાસનું તો છે પણ આનાથી અહીંના દુકાનદારો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. નિકોલની બાપા સિતારામ સોસાયટી પાસે બે વર્ષ પહેલા રોડ ખોદવામાં આવ્યો હતો. જે હજુ સુધી ખોદેલી હાલતમાં છે. જેના કારણે રાહદારીઓ તો પરેશાન છે જ સાથે સાથે અહીં દુકાનદારોનો ધંધો ઠપ્પ થઈ ગયો છે.

નિકોલમાં સ્થિતિ બદતર 
તો  નિકોલના જીવનવાડી સર્કલ પાસેનો આખો રોડ ખોદી કઢાયો છે.અને હવે રોડ બનાવવાનું કામ તો ચાલુ છે પરંતુ તે એટલું ગોકળગતિએ ચાલી રહ્યું છે કે જેના કારણે લોકોએ હેરાનગતિ ભોગવવી પડી રહી છે...અને આ ખાડાઓને કારણે વાહનોની લાંબી લાંબી કતારો અહીં લાગે છે..પૂર્વ અમદાવાદ પછી  વિકસિત કહેવાતા પશ્ચિમ અમદાવાદમાં પણ આ જ સ્થિતિ છે .અહીં પણ સ્થિતિ ખરાબ જ જોવા મળી. પોશ વિસ્તાર શિવરંજનીમાં રોડ ખોદી નાંખવામાં આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યાંથી આગળ   ઈસ્કોન જવાના માર્ગે  પણ રોડ પર ખાડા જોવા મળ્યા. બોપલના સિટી પાસે આવેલા વિસ્તારમાં અધવચ્ચે ખાડા ખોદી કાઢવામાં આવ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ