બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you also get bad dreams in your sleep, then know its causes and remedies

હેલ્થ / જો તમને પણ ઉંઘમાં આવે છે ખરાબ સપના તો જાણી લો તેના કારણો અને ઉપાયો

Dinesh

Last Updated: 11:28 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health: ખરાબ સપના આવવાના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ખરાબ સપના આવવા પાછળ ઘણા કારણો છુપાયેલા છે જો તમે પણ આ સમષ્યાથી પીડાતા હોય તો તમારે એના કારણો જાણવા જરૂરી છે અને તેને કેવી રીતે રોકવા એ પણ જાણવુ એટલુ જ જરૂરી છે.

તમને લગાતાર રાત્રે ખરાબ સપના આવી રહ્યા છે તો આજે અમે તમને કેટલાક એવા કારણો જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમને રાત્રે ખરાબ સપના આવે છે. જો તમને સતત ખરાબ સપના આવે છે તો તમારે કોઈ અંધવિશ્વાસમાં પડ્યા વગર તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. ખરાબ સપનાને કારણે ઉંઘમાંથી વારંવાર જાગી જવાય છે, પ્રોપર રીતે ઊંઘ ન આવવાના કારણે તેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. જેથી અમે તમને આ રિપોર્ટમા જણાવશું કે કયા કારણોસર તમને ખરાબ સપના આવે છે અને તેને બંધ કરવા શું કરવું ?

શું તમને પણ આવી રહ્યાં છે કાર અકસ્માતના સપના? તો જાણી લેજો, આપે છે કંઇક  આવાં સંકેત | Are you having car accident dreams too? So find out, it gives  some kind

દવાઓ : 
ખરાબ સપનાઓ આવવાનું કારણ વધારે પડતી દવાઓ લેવુ પણ હોય છે. મગજ અને ચેતાતંત્રને અસર કરતી દવાઓના લીધે ખરાબ સપના આવતા હોય છે. આ દવાઓમાં એન્ટી-ડિપ્રેશન ટેબ્લેટ્સ અથવા પાર્કિન્સન બીમારીની દવાઓ સામેલ છે. આવી દવાથી હાર્ટ રેટ પર અસર પડે છે જેથી ઉંઘમા ખલેલ પડવાથી ખરાબ સપના આવે છે.

હાર્ટની સમસ્યા :
હાર્ટ સંબંધિત સમસ્યાઓ અને ખરાબ સપનાને એકબીજાના પૂરક માનવામાં આવે છે. હાર્ટની અનબેલેન્સ્ડ ધબકારાથી સુતી વખતે ખરાબ સપના આવે છે. લગાતાર ખરાબ સપનાથી હાર્ટના ધબકારા વધી જતા હોય છે જેથી હાર્ટ અટેકનો ખતરો પણ રહે છે. જો તમને વારંવાર ખરાબ સપના આવે છે તો તમારે તમારા હાર્ટની તપાસ કરાવી લેવી જોઈએ

ડિપ્રેશન :
ખરાબ સપના પાછળના એક મુખ્ય કારણ મેન્ટલ ડિપ્રેશનને પણ માનવામાં આવે છે. અનેક કિસ્સામાં ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર જેવી સમસ્યાઓ પણ ખરાબ સપના આવવાનું કારણ બની શકે છે. જે વ્યક્તિ આ સમસ્યાથી પીડાતુ હોય તો તેને ડરામણા સપના આવતા હોય છે. ડિપ્રેશનમાં ખરાબ વિચારો આવે છે જેની અસર સપના પર પડે છે માટે ખરાબ કે ડરામણા સપના આવતા હોય છે.

ઉંઘ :
જો તમે પુરતા પ્રમાણમાં અને સારી રીતે ઊંઘતા નથી તો તમારા મગજ પર લોડ પડે છે. આથી તમારા મગજમાં વિવિધ પ્રકારના વિચારો આવતા રહે છે. તમારું મગજ શાંત રહેતું નથી. આ કારણસર તમને ખરાબ સપના આવે છે જેથી તમારે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

ભોજન :
ખરાબ સપના માટેનું એક કારણ ખરાબ ભોજનની આદતને પણ માનવામાં આવે છે. ખરાબ ભોજનની આદતને કારણે મેટાબોલિઝમ પર અસર થાય છે એમા પણ જો રાત્રે સૂતા પહેલા ભારે ખોરાક લેવામાં આવે તો મેટાબોલિઝમ વધી જાય છે. તેનાથી ઉંઘ દરમિયાન હૃદયના ધબકારા વધે છે અને ખરાબ સપના આવે છે.

વાંચવા જેવું: તમે તરસ લાગે ત્યારે જ પાણી પીવો છો તો ચેતી જજો, તમને થઈ શકે છે ડિહાઈડ્રેશનની સમસ્યા

ખરાબ સપનાથી આવી રીતે બચાય

  • પુરતી અને સમયસર ઉંઘ લો
  • રાત્રે ભારે ખોરાક લેવાનું ટાળો
  • ડિપ્રેશનથી મુક્ત થવા યોગ કરો
  • સુતા પહેલા સોંગ સાંભળવા જેવી તમારી મનપસંદ એક્ટિવિટી કરો
  • સુતા પહેલા ઉંડા શ્વાસ લેવાનુ ધ્યાન કરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ