બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health tips summer season dehydration symptoms drinking water skin problems
Last Updated: 02:51 PM, 28 March 2024
ગરમીની શરૂઆત થઇ ગઈ છે અને આ સિઝનમાં શરીરમાં પાણીની માત્રાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ઓછી પાણીની માત્રા શરીરનાં ઈલેક્ટ્રોલાઈટ્સ બેલેન્સને બગાડી નાખે છે જેના કારણે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય છે. ઈલેક્ટ્રોલાઈટ્સ બેલેન્સનાં કારણે જ Blood Ph નોર્મલ રહે છે. તે હૃદયના ધબકારા અને લોહીમાં પ્રવાહીના સ્તરને સંતુલિત રાખે છે અને સ્નાયુઓ, ચેતા અને હૃદયને સંદેશ મોકલવામાં મદદ કરે છે. તેથી શરીરમાં પાણીનું ખૂબ જ મહત્વ છે. જ્યારે આપણને તરસ લાગે છે, ત્યારે આપણને ખબર પડે છે કે શરીરને પાણીની જરૂર, પરંતુ જો આ લક્ષણો તરસ લાગવા સિવાય દેખાય છે. તો સમજો કે શરીર ડીહાઇડ્રેટેડ છે અને શરીરને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશનની જરૂર છે. જાણો કયા કયા લક્ષણો છે જે ડિહાઇડ્રેશન સૂચવે છે.
ADVERTISEMENT
1) સ્નાયુઓનું ખેંચાણ
ઓછી પાણીની માત્રા શરીરનાં ઈલેક્ટ્રોલાઈટ્સ બેલેન્સને બગાડે છે જેનું પરિણામ સ્નાયુઓને સંદેશ મળતો નથી અને દુખાવો શરુ થઇ જાય છે.
2) ડ્રાય લિપ્સ અને માઉથ
મોઢાની આજુબાજુ અને મોઢાની અંદર શુષ્કતાનો અનુભવ થાય છે અથવા તો લિપ્સ ડ્રાય થવા લાગે છે. તેથી ખાવામાં પ્રવાહી વસ્તુઓનું પ્રમાણ વધારવું. જેથી શરીરની સામાન્ય કામગીરીમાં કોઈ પણ જાતની અડચણ ન આવે.
ADVERTISEMENT
3) સ્કીન ડ્રાયનેસ
જો સ્કીન વધારે પડતી ડ્રાય થવા લાગે તો સમજી લેવું કે શરીરમાં પાણીની ઉણપ છે.
4) માથાનો દુખાવો
ઈલેક્ટ્રોલાઈટ્સનો અભાવ ચેતા કોષોમાં સંદેશાઓને યોગ્ય રીતે પ્રસારિત કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. જેના કારણે માથાના દુખાવો શરુ થવા લાગે છે. માથાનો દુખાવો થવા પર તરત જ પાણી અથવા પ્રવાહી પીવાથી દુખાવો ઓછો થઈ શકે છે.
5) પાચનની સમસ્યા
ઓછુ પાણીના કારણે ખોરાકનું પાચન સરખું થતું નથી અને પાચનની સમસ્યા થાય છે.
6) શરીરમાં જડતા
શરીરમાં જડતા થવી એ પણ ડિહાઇડ્રેશનને સૂચવે છે.
7 ) યુરીન કલર
યુરીનનાં રંગ પરથી પણ શરીરમાં પાણીનો અંદાજો લગાવી શકાય છે. જો યુરીનનો રંગ પીળો અથવા ઘાટો પીળો છે તો તે ડિહાઇડ્રેશનને સૂચવે છે.
શારીરિક પ્રવૃત્તિ, જીમ, કસરતના બે કલાક પહેલા પૂરતા પ્રમાણમાં પાણી પીવો. અહેવાલ મુજબ દરેક 20 મિનિટના શારીરિક કાર્ય બાદ 4-6 ઘુંટડા પાણી પીવું જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.