બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / if there is disagreement in married life, the people of this zodiac sign should save Friday, see today horoscope

09 ફેબ્રુઆરી / શેર-સટ્ટાથી દૂર રહેવું, દામ્પત્ય જીવનમાં મતભેદ તો આ રાશિના જાતકોને શુક્રવાર સાચવવા જેવો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:15 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
09 02 2024 શુક્રવાર
માસ પોષ
પક્ષ વદ
તિથિ ચૌદસ સવારે 8:01 પછી અમાસ
નક્ષત્ર શ્રવણ
યોગ વ્યતિપાત
કરણ શકુની સવારે 8:01 પછી ચતુષ્પદ
રાશિ મકર (ખ.જ.)

મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે તેમજ શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે અને ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું, કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે તેમજ મકાન વાહન ખરીદવાનો અવસર મળશે અને તબિયતની બાબતમાં કાળજી રાખવી, વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો

મિથુન (ક.છ.ઘ.)
નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે અને માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો તેમજ યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના, વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે

કર્ક (ડ.હ.)
ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય અને પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય તેમજ વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું, ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના

સિંહ (મ.ટ.)
પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે અને કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે તેમજ ધંધામાં પ્રગતિના યોગ જણાય છે, વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું

કન્યા (પ.ઠ.ણ.)
સંતાનોની ચિંતામાં સમાધાન મળશે અને અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું તેમજ ખેડૂતો માટે સારો સમય જણાય છે, બદલી, બઢતી કે સ્થળાંતરના યોગ બને છે

તુલા (ર.ત.)
આર્થિક બાબતે સંકડામણ અનુભવશો અને ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે, સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું

વૃશ્ચિક (ન.ય.)
કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે અને નવી ઓળખાણો દ્વારા લાભ થશે તેમજ નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે અને ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપના મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરશે અને માનસિક અશાંતિનો અનુભવ થશે તેમજ દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે, નોકરીયાતને સમય અનુકૂળ જણાશે

મકર (ખ.જ.)
આ રાશિના જાતકોને રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે અને આર્થિક સંકડામણ ઓછી થશે તેમજ વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે, રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું

કુંભ (ગ.સ.શ.ષ.)
સકારાત્મક વિચારોથી સારો લાભ થશે અને વેપાર-ધંધામાં સારો લાભ જણાશે તેમજ મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે, નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે તેમજ પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે અને દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના, પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય

વાંચવા જેવું: આ છે થરાદના માંગરોળનું 700 વર્ષ જૂનું શેણલ માનું મંદિર, જ્યાં પ્રસાદ લઇ જવા પર છે મનાઇ, જાણો ઇતિહાસ

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ