બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / I retired on the same day, when'MS Dhoni made a big revelation about retirement after three years

ક્રિકેટ / હું તો એ દિવસે જ રિટાયર થઈ ગયો હતો, જ્યારે...: MS ધોનીએ ત્રણ વર્ષ બાદ નિવૃત્તિને લઈને કર્યો મોટો ખુલાસો, જાણીને ભાવુક થઈ જશે ફેન્સ

Megha

Last Updated: 11:07 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2019ની ન્યુઝીલેન્ડ સામે રમાયેલ સેમિફાઇનલમાં ધોની રનઆઉટ થયો હતો એ બાદ ડ્રેસિંગ રૂમમાં પાછા જતાની સાથે જ ધોનીએ નિવૃત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.

  • ધોની રનઆઉટ થયો ત્યારે જ નિવૃત્તિ વિશે વિચારી લીધું હતું 
  • એ દિવસ ભારત માટે રમવાનો મારો છેલ્લો દિવસ હતો - ધોની 
  • "હું તે સમયે નિવૃત્તિની જાહેરાત કરવા માંગતો ન હતો."

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલ હતી જે ન્યુઝીલેન્ડ સામે રમાઈ હતી. ભારતને આ મેચ જીતવા માટે 240 રનનો ટાર્ગેટ હતો અને ધોની ભારત માટે છેલ્લી આશ હતી. પરંતુ લાખો આશાઓ ત્યારે પાણી ફ્રી વળ્યું જ્યારે માર્ટિન ગુપ્ટિલનો ઊંડો થ્રો સ્ટમ્પ પર માર્યો અને ધોની ક્રીઝથી થોડા ઇંચ બહાર હતો.ધોની રનઆઉટ થતાં જ ભારત મેચ હારી ગયું અને ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું હશે. 

ધોની રનઆઉટ થયો ત્યારે જ નિવૃત્તિ વિશે વિચારી લીધું હતું 
આ છેલ્લી વાર દુનિયાએ ધોનીને ભારતીય જર્સીમાં જોયો હતો. ધોનીએ એક વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ તેના મગજમાં તેણે ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ જ નિવૃત્તિ લઈ લીધી હતી. આ વાતનો ખુલાસો ખુદ ધોનીએ કર્યો છે. ધોની સામાન્ય રીતે શાંત વ્યક્તિ છે અને પોતાની લાગણીઓ દર્શાવતો નથી પરંતુ હવે ચાર વર્ષ પછી તેણે ખુલાસો કર્યો છે કે તેણે ડ્રેસિંગ રૂમમાં પાછા જતાની સાથે જ નિવૃત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.

એ દિવસ ભારત માટે રમવાનો મારો છેલ્લો દિવસ હતો
એક ઈવેન્ટમાં બોલતા ધોનીએ કહ્યું, "જ્યારે તમે નજીકની મેચ હારી જાઓ છો ત્યારે લાગણીઓને કાબૂમાં રાખવી મુશ્કેલ હોય છે. મારા માટે એ દિવસ ભારત માટે રમવાનો મારો છેલ્લો દિવસ હતો. તે દિવસે મેં મારા મનમાં નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો ભલે મેં એક વર્ષ પછી નિવૃત્તિ જાહેરાત કરી હોય. અમને અમુક મશીનો આપવામાં આવે છે જે અમે પહેરીએ છીએ. જ્યારે હું તેને પરત કરવા ટ્રેનર પાસે જતો ત્યારે તે કહેતો હતો કે 'ના, તમે પહેરીને રાખો.' મને આશ્ચર્ય થયું કે આ વ્યક્તિને કેવી રીતે કહેવું કે મને તેની હવે જરૂર નથી. હું તે સમયે તેની જાહેરાત કરવા માંગતો ન હતો."

નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી ભારત અને વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે.તે વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે T20 અને ODI વર્લ્ડ કપ ઉપરાંત ચેમ્પિયન ટ્રોફી જેવી ત્રણ ICC ઈવેન્ટ્સ જીતી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ