બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / 'I also tried to commit suicide 4 times..' After Sushant Singh Rajput's death, the actor was angry with himself

શોકીંગ / 'મેં પણ 4 વાર આત્મહત્યા કરવાના પ્રયાસ કર્યા..' સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી પોતા પર ગુસ્સે હતો આ અભિનેતા, છોડવા માંગતો હતો ઇન્ડસ્ટ્રી

Megha

Last Updated: 09:43 AM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત સાધે ખુલાસો કર્યો છે કે એમને પણ 4 વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુશાંતના મૃત્યુ પછી તેઓ અભિનયને કાયમ માટે અલવિદા કહેવા માંગતા હતા.

  • શા માટે ઇન્ડસ્ટ્રી છોડવા માંગતા હતા અમિત સાધ?
  • સ્મૃતિ ઈરાનીએ આ રીતે કરી મદદ 
  • અમિતે કર્યો હતો આપઘાતનો પ્રયાસ

વર્ષ 2020 માં બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત સામાન્ય લોકોને પણ આઘાત લાગ્યો હતો. એવો જ આઘાત તેમના કો-સ્ટાર અમિત સાધને પણ લાગ્યો હતો. હાલ ના જ એક વાતચીતમાં એમને ખુલાસો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની એમની માનસિકતા પર ખરાબ અસર પડી હતી. તે આનાથી ઘણા પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં એમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનું મન બનાવી લીધું હતું. હાલ અમિત સાધે ખુલાસો કર્યો છે કે એમને પણ 4 વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અમિત સાધ અભિનયને કાયમ માટે અલવિદા કહેવા માંગતા હતા પણ એ સમયે  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમિત સાધની માનસિકતા બદલવામાં મદદ કરી હતી. જણાવી દઈએ કે ચેતન ભગતના પોડકાસ્ટમાં  અમિત સાધે આ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 

શા માટે ઇન્ડસ્ટ્રી છોડવા માંગતા હતા અમિત સાધ?
જ્યારે અમિત સાધને ઈન્ડસ્ટ્રી છોડવાનું કારણ પૂછવામાં આવ્યું તો એમને જણાવ્યું કે, 'હું ચિડાઈ ગયો હતો. આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ મુશ્કેલ છે. તે મારા માટે મોટી વાત હતી અને હંમેશા રહેશે. એ ક્યારેય જૂની નહીં થાય. સુશાંતના મૃત્યુના 3-4 મહિના પહેલા મેં સુશાંતની એક ઓળખતી વ્યક્તિ સાથે વાત કરી હતી અને તેની પાસે સુશાંતનો નંબર માંગ્યો હતો. મેં કહ્યું- હું સુશાંત સાથે વાત કરીશ પણ સુશાંત પાસે કોઈ નંબર નહોતો. એ વ્યક્તિએ મને કહ્યું કે સુશાંતે પોતાને લોકોથી સંપૂર્ણપણે દૂર કરી લીધો છે અને તેનો નંબર પણ બદલાઈ ગયો છે.

આ સાંભળ્યા પછી મેં સુશાંતના ઘરે જવાનું વિચાર્યું હતું પણ તે વ્યક્તિએ મને આમ કરવાની ના પાડી અને એટલે મેં સુશાંત વિશે વિચારવાનું છોડી દીધું. સુશાંતને મળવા ન ગયો એ વાતનું ગિલ્ટ મારી અંદર છે. ભલે અમે બેસ્ટ ફ્રેન્ડ ન હતા પણ મને સુશાંત અને રાજકુમાર રાવ માટે અઢળક પ્રેમ છે. જ્યારે કોઈ આ બંને વિશે ખરાબ વાત કરે છે ત્યારે મને ખૂબ ગુસ્સો આવે છે." જણાવી દઈએ કે અમિત સાધે સુશાંત અને રાજકુમાર રાવ સાથે ફિલ્મ 'કાઈ પો છે'માં કામ કર્યું હતું.

સ્મૃતિ ઈરાનીએ આ રીતે કરી મદદ 
અમિત સાધે આગળ વાતચીતમાં જણાવ્યું હતું કે, 'જ્યારે તેઓ ડિપ્રેસ્ડ હતા ત્યારે સ્મૃતિ ઈરાનીએ તેમની મદદ કરી હતી. મને ખબર નથી કે એમને કેવી રીતે ખબર પડી કે હું મુશ્કેલીમાં છું. એમનો મને ફોન આવ્યો, તે મારી બહેન જેવા છે અને એમને એ સમયે મારી સાથે વાત કરી. અમે 6 કલાક વાત કરી. મેં કહ્યું- 'મારે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું નથી. હું પહાડોમાં જઈને રહીશ.' આ પછી સ્મૃતિ ઈરાનીએ ફરી મને સમજાવ્યો. અત્યારે પણ સ્મૃતિ અવારનવાર અમિત સાધને ફોન કરીને મારા હાલ વિશે પૂછે છે.

અમિતે કર્યો હતો આપઘાતનો પ્રયાસ
ચેતન ભગતના પોડકાસ્ટમાં અમિતે જણાવ્યું કે તે ભૂતકાળમાં એમને 4 વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને એ દરમિયાન એમની ઉંમર 16 થી 18ની વચ્ચે હશે. આ અનુભવને કારણે અમિત જાણે છે કે આત્મહત્યા કરનાર વ્યક્તિ કેવા પ્રકારની માનસિકતા ધરાવે છે. અમિત હવે પોતાને મજબૂત માને છે. તેનું જીવન હવે ઘણું બદલાઈ ગયું છે અને સારું ચાલી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ