ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / Huge crowd in Kartik Aryan's 'Bhool Bhulaiya', record breaking in one week earnings
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલીવુડના ચોકલેટી બોય કાર્તિક આર્યન અને કિયારા અડવાનીની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. ફિલ્મ તુફાનની ગતીથી આગળ વધી રહી છે અને સાથે સાથે કાર્તિક અને કિયારાના કરિયરમાં કામયાબીનો પંખ લગાવી રહી છે. ભૂલભુલેયા 2એ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ફિલ્મ રિલીઝના 9માં દિવસથી જ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. છે ને ખુશીની વાત ?

ADVERTISEMENT
100 કરોડના ક્લબમાં સામેલ થઈ ફિ્લ્મ
ફિલ્મે શનિવારે 11.35 કરોડનો જોરદાર કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મે રિલીઝના 9 દિવસમાં જ 100 કરોડનો આકડો પાર કરી દીધો છે. ભૂલ ભુલૈયા 2 અત્યાર સુધીમાં 109.92 કરોડની કુલ કમાણી કરવાનો નવો રેકોર્ડ પોતાના નામે કરી ચુકી છે.
ઓપનિંગ ડે થી જ ધાસુ કમાઈ કરી
ભૂલ ભુલૈયા 2 ઓપનિંગ ડે થી જ રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે. ભૂલ ભુલૈયા 2 એ પહેલા જ દિવસે 14.11 કરોડની કમાણી કરી હતી. ઓપનિંગ ડે થી અત્યાર સુધી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુંઆદાર કમાણી કરી રહી છે અને તુફાનની સ્પીડથી આગળ વધી રહી છે. ભૂલ ભુલૈયા સામે કંગનાની ધાકડ પણ ઢેર થઈ ગઈ. હવે તમે વિચારી લો કે આ ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવી રહી છે.
કાર્તિક અને કિયારાની હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા 2 બોક્સ ઓફિસ પર ઉમ્મીદ કરતા સારૂ પરફોર્મ કરી રહી છે. ફિલ્મને દર્શકોનો જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મના મોટાભાગના શો હાઉસ ફુલ જઈ રહ્યા છે. કાર્તિક અને કિયારા પણ પોતાની કામયાબીથી ખુશ છે. અને તેઓ એ આ ફિલ્મથી સાબિત કરી દીધુ છે કે, તે બોલીવૂડના ચમકતા સિતારા છે. તેઓના ફેન્સ પણ સેલિબ્રેશન મૂડમાં છે.
જો તમે અત્યાર સુધી આ ફિલ્મ નથી જોઈ તો પેલા જ જઈને જોઈ લો. કેમ કે આ ફિલ્મને મીસ કરવુ બઉ મોટી ભુલ હશે.
સંકળાયેલા મુદ્દાઓ