ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Food and Recipe / how to make maggi bhajiya home in this rainy season

રેસિપી / વરસાદી માહોલમાં ઘરે જ બનાવો ક્રિસ્પી મેગી ભજીયા

Published By: Juhi

Last Updated: 04:38 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મસ્ત વરસાદ પડી રહ્યો છે, આ ઋતુમાં સામાન્ય રીતે બહારનું ખાવાનું લોકો પસંદ નથી કરતા હોતા પરંતુ કંઇક ક્રિસ્પી તથા યમી ખાવાની ઇચ્છા થતી હોય તો આજે અમે તમને શીખવાડીશુ મેગી ભાજીયા...

ADVERTISEMENT

આમ તો મેગી નાના બાળકોથી માંડીને મોટેરાને ભાવતી હોય છે પરંતુ શું તમે પણ મેગી ભજીયા ખાધા છે??... તો નોંધી લો મેગી ભજીયાની રેસિપી...

સામગ્રી:

- 1 મેગીનું પેકેટ
- 1 કપ સમારેલી ડુંગળી
- 1 કપ સમારેલી કોબીજ
- 1 કપ કોથમીર 
- 1 કપ કેપ્સીકમ 
- 2 ચમચી ઘંઉનો રવો
- 1 ચમચી મીઠું
- 1 ચમચી લીલા મરચા પાવડર
- 2 ચમચી લાલ મરચા પાવડર
- તળવા માટે તેલ 

બનાવવાની રીત:

- પહેલા તો એક કપ પાણીને ગરમ કરી પાણી ઉકળે એટલે તેમાં મેગીના પેકેટમાંથી મેગી નાખી મસાલો ઉમેરી દો. આ રીતે પહેલા મેગી તૈયાર કરી લો. મેગીનું પાણી બળે અને થોડી ઘટ્ટ થાય એટલે તેમાં સુધારેલા શાકભાજી ડુંગળી, કેપ્સિકમ, કોબી અને કોથમીર ઉમેરો. હવે તેમાં સ્વાદનુસાર મીઠું-લાલ મરચાનો પાવડર મિક્સ કરી લો. હવે મિક્સ કર્યા પછી મેગીને ગેસ પરથી ઉમેરીને ઉતારી લો. હવે મિશ્રણમાં 2 ચમચી ઘંઉનો રવો, 2 ચમચી ચણાનો લોટ ઉમેરીને પાણીને ઉમેરો. હવે મિશ્રણને બરાબર મિક્સ કરી લો.

આ પછી એક કડાઇમાં ભજીયા તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધી મેગીના સ્ટફિંગમાંથી નાના નાના બોલ તૈયાર કરી લો અને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તો તૈયાર છે ગરમાગરમ મેગીભજીયા. જેને તમે ડુંગળી, સોસ કે ચટણી સાથે ખાઇ શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Maggi Bhajiya Recipe lifestyle recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ