બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / how to get rid of cockroach in kitchen easy home remedies

તમારા કામનું / ઘરમાં વંદાઓનો ત્રાસ વધી ગયો છે? અપનાવી જુઓ આ આસાન 3 ટ્રીક, ફરકશે પણ નહીં

Manisha Jogi

Last Updated: 02:49 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસોડામાં વંદા ફરતા દેખાય તો સૂગ ચડતી હોય છે અને બીક પણ લાગે છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેથી તમે સરળતાથી વંદાના ત્રાસથી રાહત મેળવી શકશો.

  • ઘરમાં વંદાઓનો ત્રાસ વધી ગયો છે?
  • રસોડામાં વંદા ફરતા દેખાય તો સૂગ ચડે છે
  • આ આસાન 3 ટ્રીક અપનાવો, વંદા ફરકશે પણ નહીં

રસોડામાં વંદા ફરતા દેખાય તો સૂગ ચડતી હોય છે અને બીક પણ લાગે છે. વંદાને કારણે બિમારીઓ ફેલાવાનું જોખમ પણ રહે છે. વંદાઓ રાત્રે તેમના દરમાંથી નીકળીને રસોડામાં વાસણ, વોશ બેસીન, ખાવા પીવાની વસ્તુઓ પર ફરતા હોય છે. વંદા દિવસે તેમના દરમાં છુપાઈ જાય છે, જેથી વંદાથી સરળતાથી છુટકારો મળતો નથી. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેથી તમે સરળતાથી વંદાના ત્રાસથી રાહત મેળવી શકશો. 

સફાઈ
વંદાઓ ઘરમાં ના આવે તે માટે ઘરને ચોખ્ખું રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારા કિચન કેબિનેટમાં ન્યૂઝપેપર રાખ્યા હોય તો તેને હટાવી દેવા. વંદા ન્યૂઝપેપરમાં જ તેમના ઈંડા મુકે છે, જેના કારણે તે આપણી નજરમાં આવી શકતા નથી. 

ટાઈલ્સ સાફ રાખવી
કિચનમાંથી ન્યૂઝપેપર હટાવ્યા પછી કેબિનેટ, સિંક અને કિચન સ્લેબને સરખી રીતે સાફ કરવો. હવે એક કપડાને ભીનું કરીને તેનાથી ટાઈલ્સ સરખી રીતે સફ કરો. જે જગ્યાએ વંદા વધુ દેખાતા હોય ત્યાં વંદાને મારવાનો સ્પ્રે છાંટી દો. આ સ્પ્રેની સ્મેલથી વંદાઓ ભાગી જશે. તમે સિંકની પાઈપમાં પણ આ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. 

નારિયેળ તેલ
લીમડાના પાનનો પાઉડર બનાવીને, નારિયેળ તેલની મદદથી નાની નાની ગોળીઓ બનાવી. હવે તે ગોળીએ અલગ અલગ જગ્યાએ મુકી દો. લીમડામાં કીટનાશક ગુણ હોય છે, જેથી તેની સ્મેલથી વંદા બહાર જતા રહે છે. 

લવિંગ અને મીઠુ
એક વાટકીમાં મીઠુ લો અને તેમાં નારિયેળ તેલ નાખીને તેનાથી સ્પ્રે કરો. મીઠામાં વધુ તેલ ના નાખવું, માત્ર સ્પ્રે કરો. હવે 8થી 10 લવિંગ લો અને ડંડીની સામે ઊભું રાખી દો. હવે વાટકીને જાળીદાર વસ્તુથી ઢાંકી દો. જ્યાં સૌથી વધુ વંદા હોય ત્યાં આ વાટકી મુકો. વાટકીમાં રહેલ લવિંગના કારણે વંદા દૂર જતા રહેશે અને રસોડામાં સારી સ્મેલ આવશે. 

વધુ વાંચો: આઇફોન લવર્સ માટે ગુડ ન્યૂઝ: અહીંયા iPhone 12 પર મળી રહ્યું છે બિગ ડિસ્કાઉન્ટ, મોકો ચુકતા નહીં

કેરોસીન
રસોડામાં કેરોસીન છાંટી શકો છો. કેરોસીનને વધુ ઉપયોગ ના કરવો, ગેસની આસપાસ કેરોસીન ના છાંટવી. કેરોસીનની સ્મેલથી વંદા જતા રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ