બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / How many tons of AC is best to take? Know its meaning before buying
Sanjay Vibhakar
Last Updated: 11:27 AM, 8 February 2024
ADVERTISEMENT
હવે ધીમે-ધીમે વાતાવરણમાં પરિવર્તન થઈ રહ્યું છે. શિયાળાના દિવસો જઈ રહ્યા છે અને ધીમે-ધીમે ગરમીનાં દિવસો આવી રહ્યા છે. કેટલાક લોકો ઉનાળામાં ગરમીથી બચવા માટે AC અને કૂલરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો હાલ AC ખરીદવાનું વિચારી રહ્યા હશે. જ્યારે AC નું નામ આવે છે ત્યારે તેની સાથે હજુ એક શબ્દ સાંભડવા મળે છે અને તે છે ટન. સૌપ્રથમ તમારે એ જાણવું પડશે કે તમારે કેટલા ટનનું AC ખરીદવાનું છે. હવે પ્રશ્ન એમ છે કે આ ટન હોય છે શું! ઘણા લોકો આ વિશે નહીં જાણતા હોય. કોઈ તેને વજન પણ સમજી શકે છે. વર્ષોથી AC નો ઉપયોગ કરતાં લોકો પણ તમને આનો યોગ્ય જવાબ ન આપી શકે. જાણો AC માં ટનનો શું મતલબ થાય છે.
ADVERTISEMENT
ટન એટલે શું
અહીં જાણી લો કે AC માં ટનનો મતલબ વજન સાથે બિલકુલ નથી. HVAC [હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ] ફિલ્ડમાં ટન એક શબ્દ છે, જે જણાવે છે કે એર કન્ડીશનર એક કલાકમાં તમારા ઘરમાંથી કેટલી ગરમી દૂર કરી શકે છે. ટન શબ્દનો અર્થ સરળ ભાષામાં તેની ઠંડક શ્રમતાને કહે છે.
બ્રિટિશ થર્મલ યુનિટ
ACમાં ગરમીનું માપ બ્રિટિશ થર્મલ યુનિટમાં માપવામાં આવે છે. 1 ટનનું AC એક કલાકમાં 12000 બ્રિટિશ થર્મલ યુનિટ હવા દૂર કરી શકે. કોઈ 3-ટનનું AC 36000 બ્રિટિશ થર્મલ યુનિટ ગરમ હવાને દૂર કરી શકે છે. આવી જ રીતે આ ક્રમ ચાલતો રહે છે. આનો અર્થ એમ થાય છે કે AC જેટલા વધુ ટનનું હોય છે, તે તેટલું જ હવાને ઠંડુ કરી શકે છે.
જાણવા જેવું: જો તમારા પણ મોબાઇલમાં છે આ 12 Apps, તો તુરંત ડિલીટ કરી દેજો, નહીં તો એકાઉન્ટ ખાલી
કેવા રૂમ માટે કેવું AC જોશે
0.8- 1 Ton AC: 100- 130 sq ft
1.5 Ton AC: 130-200 sq ft
2 Ton AC: 250- 350 sq ft
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.