બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Honey Singh and Shalini Talwar Divorce appeal is approved by Delhi Court

બોલિવૂડ / રેપર હનીસિંહ અને શાલિની તલવારનો 12 વર્ષનો સંબંધ તૂટયો, કોર્ટે તલાકને આપી મંજૂરી, પત્ની લગાવ્યો હતો ગંભીર આરોપ

Vaidehi

Last Updated: 06:42 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યો યો હની સિંહ અને તેની પત્ની શાલિનીનાં 12 વર્ષોનાં લગ્નજીવનને પૂર્ણવિરામ લાગ્યો છે. દિલ્હીની કોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

  • હની સિંહ અને પત્ની શાલિની તલવારનાં છૂટાછેડા મંજૂર
  • દિલ્હીની કોર્ટે 12 વર્ષોનાં લગ્નજીવનને પૂર્ણવિરામ લગાડવા આપી મંજૂરી
  • લગ્ન પહેલાં 20 વર્ષ સુધી કપલ એકબીજાને ડેટ કરી રહ્યું હતું

Rapper હની સિંહ છેલ્લાં થોડા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચાનો વિષય બનેલા છે. આ વચ્ચે જ હની સિંહનાં છૂટાછેડાને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. દિલ્હીની એક કોર્ટે હની સિંહ અને શાલિનીનાં છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.  બંનેનાં 12 વર્ષોનાં આ સંબંધને હવે પૂર્ણવિરામ લાગ્યો છે. છેલ્લાં 2.5 વર્ષથી ચાલી રહેલા કોર્ટ કેસને પૂર્ણ કરતાં હવે છૂટાછેડાને મંજૂરી આપી દેવામાં આવી છે. પત્ની શાલિની તલવારે હની સિંહ પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાડ્યો હતો અને રેપરની ફિમીલી દ્વારા માનસિક ઉત્પીડન કર્યા હોવાની ફરિયાદ કરી હતી.

હની સિંહ પર લગાડવામાં આવ્યાં હતાં આ આરોપ
વર્ષ 2021માં હની સિંહ પર તેની પત્ની શાલિની તલવારે ઘરેલૂ હિંસાનાં આરોપો લાદ્યા હતાં. આ દરમિયાન હની સિંહની ફેમિલી પર પણ તેને પત્નીએ માનિસક અને શારીરિક ઉત્પીડનનાં આરોપ લગાડ્યાં હતાં. આ સિવાય શાલિનીએ કહ્યું હતું કે હની સિંહે તેને ચીટ કર્યું છે અને પૈસાને લઈને પણ તેની સાથે ફ્રોડ કર્યો છે. ગતવર્ષે સપ્ટેમ્બરમાં શાલિનીએ તેમને 1 કરોડ રૂપિયાનું ડિમાંડ ડ્રાફ્ટ પણ સોંપ્યો હતો. જો કે કોર્ટમાં બંને વચ્ચે મામલો સેટલ થયા બાદ હવે છૂટાછેડાને મંજૂરી આપવામાં આવી છે. 

20 વર્ષ સુધી ડેટિંગ, 12 વર્ષ સુધી લગ્નજીવન
હની અને શાલિનીએ લગ્ન પહેલા એકબીજાને 20 વર્ષો માટે ડેટ કર્યું હતું. જો કે આરોપો પર હની સિંહે કહ્યું હતું કે મારા અને મારા પરિવાર પર જે આરોપો લગાડવામાં આવ્યાં છે તેનાથી હું ઘણો દુ:ખી છું. આ બંને લોકો એકબીજાને બાળપણથી જાણતાં હતાં. સ્કૂલથી જ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. જો કે લાંબા સમયની ડેટિંગ બાદ કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2011માં બંનેએ ગુરુદ્વારામાં લગ્ન કર્યાં. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ