ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / Home Remedies To Get Rid Of Underarms Darkness

ઉપાયો / આ ઘરેલૂ ઉપચારથી માત્ર 10 મિનિટમાં દૂર થશે અંડરઆર્મ્સની કાળાશ

Published By: Juhi

Last Updated: 11:16 AM, 2 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેઝર અને હેર રિમૂવલ ક્રીમ, ડિયોડરન્ટના વધારે પડતા ઉપયોગથી અંડરઆર્મ્સ (બગલ) માં કાળાશ આવી જાય છે. આ કાળાશ દૂર કરવી એક ચેલેન્જ સમાન છે.

ADVERTISEMENT

ક્યારેક અંડરઆર્મ્સની કાળાશને લીધે મહિલાઓ સ્વીવલેસ ડ્રેસ પહેરતા સંકોચ અનુભવતી હોય છે. અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે આ ઘરેલૂ નુસખા અપાવવા જોઇએ... 

લીંબુ:

સ્કીનથી લઇને અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે લીંબુ અક્સીર ઉપાય છે. લીંબુમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક તત્વો રહેલા છે. આ સિવાય લીંબુમાં રહેલુ એસિડ ત્વચાનો રંગ નીખારવા માટે મદદ કરે છે અને સાથે જ ડેડ સ્કીનને પણ દૂર કરે છે.

આ રીતે કરો ઉપયોગ:

લીંબુને કાપીને ન્હાવાના થોડા સમય પહેલા અંડરઆર્મ્સ પર ઘસો. ન્હાયા પછી ત્યાં મોઇશ્ચરાઇઝર લગાવી દો. આ સિવાય ચપટી હળદર અને મધ લઇ લીંબુના રસમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. 10 મિનિટ પછી અંડરઆર્મ્સમાં લાગવી રાખો. સૂકાઇ જાય તે પછી ઠંડા પાણીથી ધોઇ લો. 

બટેકા:

બટાકામાં બ્લીચના ગુણો રહેલા છે. સંવેદનશીલ ત્વચા પર લીંબુ લગાવવાથી ખંજવાળ અને બળતરા થઇ શકે છે. જ્યારે બટાકામાં સ્કીન ફ્રેન્ડલી એસિડ રહેલુ છે જેનાથી કોઇ સમસ્યા થતી હોતી નથી.

આ રીતે કરો ઉપયોગ:

બટાકાની પાતળી સ્લાઇડ કાપીને અંડરઆર્મ્સ પર ઘસો અને 10-15 મિનિટ રાખો. સૂકાઇ જાય પછી હૂંફાળા પાણીથી ધોઇ લો. આ સિવાય બટાકાને છીણી તેનો જ્યૂસ કાઢીને રૂ અંડરઆર્મ્સ પર લગાવો. 10 મિનિટ સુધી ઠંડા પાણીથી ધોઇ લો.

કાકડી:

કાકડીમાં રહેલા તત્વો સ્કીનની ડાર્કનેસ દૂર કરી તેને સોફટ બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ સ્કીન પ્રોબ્લેમ્સમાંથી છૂટકારો અપાવે છે.

આ રીતે કરો ઉપયોગ:

કાકડીમાં લીંબુનો રસ અને હળદર ઉમેરી અંડરઆર્મ્સ પર લગાવો. લીંબુ ડેડ સ્કીનને દૂર કરે છે જ્યારે કાકડી ત્વચાને ઠંડક પૂરી પાડે છે. હળદરના આર્યુવેદિક ગુણો ઘણા છે. 

બેકિંગ સોડા:

અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે આ સૌથી રામબાણ ઇલાજ એટલે કે બેકિંગ સોડા. ડેડ અને ડેમેજ સેલ્સને દૂર કરીને પોર્સ ખોલે છે અને પરસેવાથી થતી દૂર્ગંધને દૂર કરે છે.

આ રીતે કરો ઉપયોગ:

બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ અંડરઆર્મ્સ પર બરાબર લગાવી દો. સૂકાઇ જાય પછી તેણે પાણીથી ધોઇ લો.ન્હાતા પહેલા પાણી અને બેકિંગ સોડાને મિક્સ કરી અંડરઆર્મ્સમાં લગાવો.

દૂધ:


દૂધમાં રહેલા વિટામિન્સ અને ફેટી એસિડ અંડરઆર્મ્સની ડાર્કનેસ દૂર કરવાની સાથે તેને કોમળતા આપે છે. દહીંનો ઉપયોગ પણ અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા કરી શકાય.

આ રીતે કરો ઉપયોગ:

દૂધ, દહીં અને ઘંઉનો લોટ લઇને પેસ્ટ બનાવી લો. અંડરઆર્મ્સ પર 15 મિનિટ રહેવા દો. સૂકાઇ જાય એટલે પાણીથી ધોઇ લો.

ઓઇલ:

શરીર પર તેલ લગાવવુ ઓછા લોકો પસંદ કરે છે. પરંતુ આ ઉપાય કારગત છે. અંડરઆર્મ્સની ડાર્કનેસની સમસ્યા દૂર કરે છે. 

આ રીતે ઉપયોગ કરો

ઓલિવ ઓઈલ કે નારિયેળમાં તેલમાં બ્રાઉન શુગર મિક્સ કરો. અંડરઆર્મ્સને થોડા ભીના કરી આ મિક્ચરને સ્ક્રબની જેમ લગાવી લો અને 5 મિનિટ પછી ઠંડા પાણીમાં ધોઇ લો. 

સંકળાયેલા મુદ્દાઓ

Home Remedies UnderArms beauty lifestyle tips Remedies

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ