બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / home remedies how to get rid of body aches in monsoon

તમારા કામનું / ઝીણો તાવ કે પછી આખા શરીરમાં દુખાવો રહેતો હોય તો આજે જ છોડો આ આદત, તાત્કાલિક મળશે સારું રિઝલ્ટ

Bijal Vyas

Last Updated: 02:03 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Body Aches: જો વરસાદની સિઝનમાં શરીરમાં દુખાવો થતો હોય તો કેટલાક ઉપાયો કરવાથી રાહત મેળવી શકાય છે, તો આવો જાણીએ આ સરળ ટિપ્સ વિશે...

  • ચોમાસામાં એસી ચાલુ રાખીને સૂવાથી દુખાવો વધે છે.
  • શરીરના દુખાવાથી છુટકારો મેળવવા માટે હેલ્દી ડાયટ લેવી જરૂરી છે.
  • ચોમાસામાં હળવા ગરમ કપડા પહેરવાનો પ્રયાસ કરવો જોઈએ

Home Remedies for Body Aches: વરસાદની સિઝનમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. શરીરનો દુખાવો પણ આમાંથી એક છે. શરીરનો દુખાવો, સાંધાનો દુખાવો, જકડાઈ જવું, શરીર ભારે લાગવું અને થોડો સમય એક જ સ્થિતિમાં બેસી રહેવામાં તકલીફ પડવી એ કેટલીક સમસ્યાઓ છે જે ચોમાસામાં વારંવાર થતી હોય છે. આ દર્દનું કારણ ઇફ્લેમેશન છે, જે ઘણીવાર આ સિઝનમાં થાય છે. આ સાથે, ઠંડા વાતાવરણને કારણે, કોલાજનનું પ્રોડક્શન ઓછું થવા લાગે છે, જેના કારણે સાંધામાં દુખાવો થાય છે.

આ ઉપરાંત ચોમાસામાં ભેજને કારણે રક્તવાહિનીઓમાં લોહીના પ્રવાહમાં સમસ્યા થાય છે અને તેનાથી શરીરમાં દુખાવો પણ વધે છે. બીજી તરફ, હવામાનમાં ફેરફાર હોય ત્યારે પણ ખૂબ જ ઠંડા રૂમમાં સૂવાથી શરીરમાં દુખાવો થાય છે. તો આવો જાણીએ, ક્યા ઘરેલું ઉપાય અને નુસખા દ્વારા શરીરમાં દુખાવો અને તકલીફથી રાહત મળી શકે છે.

શું તમારા ઘરમાં પણ કોઈને છે ઊંઘમાં બોલવાની આદત? જાણો શું છે કારણ અને કઈ  રીતે કરશો ઉપાય why do some people talk in their sleep

શરીરમાં થનારા દુખાવાને દૂર કરવાની પદ્ધતિ
1.ACને કહો ના 

મસલ્સમાં સોજાનો અનુભવ અને શરીરમાં થાક, દુખાવો અને તકલીફ ચોમાસાની સાઇડઇફેક્ટ્સમાં સામેલ છે. આવી સ્થિતિમાં, જ્યારે હવામાન ઠંડુ હોય ત્યારે પણ એસી ચાલુ રાખીને સૂતી વખતે શરીરમાં દુખાવો થાય છે. ચોમાસામાં એસી ચાલુ રાખીને સૂવાથી દુખાવો વધે છે. કૂલર ચાલુ હોય તેમાં પણ સૂવાનું ટાળવું પણ જરૂરી છે. પહેલા રૂમને ઠંડો કરો અને પછી એસી અથવા કુલરને બંધ કરો. ઉપરાંત, ચાદર ઓઢીને સૂઈ જાઓ.

2. હેલ્દી ડાયટ  
શરીરના દુખાવાથી છુટકારો મેળવવા માટે હેલ્દી ડાયટ લેવી જરૂરી છે. વિટામિન E થી ભરપૂર આહાર હાડકાના દુખાવાને ઘટાડી શકે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ પણ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. દર્દ અને બળતરાને દૂર કરવા માટે ડ્રાયફ્રૂટ્સ, બેરી, લીલા શાકભાજી, માછલી અને બીજ વગેરેને ડાયટમાં સામેલ કરી શકો છો. આ સિવાય ફળો, સૂકા અનાજ અને ખાસ કરીને બદામ અને સૂકા ફળો ખાઈ શકાય છે. પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર ડાયટ સ્વાસ્થ્ય માટે પણ સારી છે.

Topic | VTV Gujarati

3. અમુક વસ્તુઓ ટાળવી
ચોમાસાની સિઝનમાં આવા અનેક ફૂડ્સ છે, જે ખાવાથી શરીરનો દુખાવો વધી શકે છે. કેક, ડેઝર્ટ, પેસ્ટ્રી, કોલ્ડ ડ્રિંક્સ, સોડા, પ્રોસેસ્ડ ફૂડ અને વધુ પડતી ઓઇલી વસ્તુઓ ખાવાથી દુખાવો વધે છે. આ સિવાય સોડિયમનું ઓછું સેવન કરવું જોઈએ નહીંતર સોજો વધી શકે છે.

4. હલકા ગરમ કપડા પહેરો
ચોમાસામાં હળવા ગરમ કપડા પહેરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સિઝનમાં શિયાળો અને ઉનાળો ઓછો થતો જાય છે. આ સ્થિતિમાં, ગરમ અથવા આખી બાંયના કપડાં પહેરવાથી શરીર ગરમ રહે છે અને શરીરના દુખાવામાં રાહત મળે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ