બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Home minister Amit Shah in special session of Parliament talked about women reservation bill and Delimitation

નારી શક્તિ વંદન / લોકસભા ચૂંટણી બાદ તરત જ વસ્તીગણતરી અને પરિસીમન થશે, મહિલા અનામત બિલ પર અમિત શાહનું સંસદમાં મોટું એલાન

Vaidehi

Last Updated: 07:10 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા આરક્ષણ બિલ મુદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે,' અમારી પાર્ટી માટે આ બિલ રાજકારણનો મુદો નથી. PM મોદી માટે આ બિલ માન્યતાનો અને વિચારધારાનો મુદો છે'

  • મહિલા આરક્ષણ બિલ મુદે આજે સદનમાં ચર્ચા
  • ગૃહમંત્રી અમિત શાહે બિલને લઈને કરી મહત્વની વાત
  • વિપક્ષ દ્વારા કરવામાં આવેલ તમામ પ્રશ્નોનાં આપ્યાં જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહિલા આરક્ષણ બિલ પર સંસદમાં બોલ્યાં કે ગઈકાલનો દિવસ સંસદનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. આ યુગ બદલનારો ધારો છે. આ બિલ સાથે જ મહિલાઓનાં અધિકારીની લાંબી લડાઈનો અંત આવ્યો છે. 

વસ્તીગણતરી અને પરિસીમન માટે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે આ મુદે વિપક્ષને જવાબ આપતાં કહ્યું કે આ આરક્ષણ કેવી રીતે આપવું એ કોણ નક્કી કરશે? અમે નક્કી કરશું તો તમે કહેશો કે આ પોલિટીકલ આરક્ષણ છે. તેથી આ બિલનાં અમલીકરણમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે વસ્તીગણતરી અને પરિસીમન થવું આવશ્યક છે. 2024ની ચૂંટણી બાદ વસ્તી ગણતરી અને પરિસીમન કરવામાં આવશે જે બાદ મહિલાઓને 33% આરક્ષણ મળી શકશે.

OBC મુદે રાહુલ ગાંધીને આપ્યો આ જવાબ
રાહુલ ગાંધીનાં સેક્રેટરીવાળા નિવેદન પર નિશાન સાધતાં અમિત શાહે કહ્યું કે સરકાર કેબિનેટ ચલાવે છે. દેશની નીતિઓનું નિર્ધારણ કેબિનેટ કરે છે. દેશની સંસદ આ નિર્ણય લે છે ન કે સેક્રેટરી. આંકડાઓ જણાવું તો ભાજપમાં 29 સાંસદ OBCથી છે. આ સદનમાં 85 સાંસદ ઓબીસીમાંથી છે. તુલના કરવી હોય તો આવી જાઓ. અમે તો OBCથી પ્રધાનમંત્રી આપ્યાં છે. તેમણે કહ્યું કે આ સદનમાં 3 કેટેગરી છે. જનરલ- SC- ST. અને અમે આ બિલમાં ત્રણેય કેટેગરીમાં 1/3 આરક્ષણ મહિલાઓ માટે રાખ્યું છે.

મહિલા સશક્તિકરણ રાજનૈતિક મુદો નથી
અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે અનેક પાર્ટીઓ માટે મહિલા સશક્તિકરણ રાજનીતિનો મુદો છે, ટૂલ છે પણ મારી પાર્ટી અને મારા નેતા PM મોદી માટે મહિલા સશક્તિકરણ રાજકારણનો મુદો નથી. માન્યતાનો અને વિચારધારાનો મુદો છે. તેમણે કહ્યું કે મહિલા આરક્ષણ બિલ એ સમ્માનનું પ્રતીક છે અને આ એક નવા યુગની શરૂઆત છે. તેમણે કહ્યું કે G20 દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ મહિલા નેતૃત્વવાળા વિકાસનાં વિઝનને સમગ્ર દુનિયાની સામે રાખ્યું.

નીતિ નિર્માણમાં ભાગીદારી વધશે
અમિત શાહે કહ્યું કે PM મોદીએ શપથ લીધા બાદથી જ મહિલા સુરક્ષા, સમ્માન, સમાન ભાગેદારી એ સરકારની જીવન શક્તિ રહી છે. આ બિલ દેશમાં નિર્ણય લેવા અને નીતિ નિર્ધારણમાં મહિલાઓની ભાગેદારી સુનિશ્ચિત કરશે.

અમિત શાહે કોંગ્રેસ પર કર્યો હુમલો
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે આ દેશમાં પાંચ દશકાઓથી વધારે સમય સુધી શાસન કર્યું પરંતુ 11 કરોડ પરિવાર એવા હતાં જે શૌચાલયથી વંચિત હતાં. તેમણે (કોંગ્રેસે) ગરીબી હટાઓ જેવા નારાઓ આપ્યાં પરંતુ ગરીબો માટે કોઈ વ્યવસ્થા ન કરી શક્યાં. જ્યારે કોઈ ઘરમાં શૌચાલય ન હોય ત્યારે સૌથી વધુ દીકરીઓ, બહેનો અને માતાઓ પ્રભાવિત થાય છે. ત્યારે મોદી સરકારે 11 લાખ પરિવારોનાં ઘરમાં શૌચાલયની વ્યવસ્થા ઊભી કરી.

બિલને સર્વસમ્મતિથી પાસ કરવામાં આવે- શાહ
અમિત શાહે કહ્યું કે મહિલા કોટા બિલ લાવવાનો આ પાંચમો પ્રયાસ છે. દેવગૌડાજીથી મનમોહનસિંહ સુધી આ બિલ લઈ આવવાનાં 4 પ્રયાસો થયાં. શું કારણ હતું કે આ બિલ પાસ ન થઈ શક્યું? સદનને મારી અપીલ છે કે હવે આ બિલને સર્વસમ્મતિથી પાસ કરવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ