બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / History can be made in IPL 2023, this is how the Pandya brothers can face each other in the final!

ક્રિકેટ / IPL 2023માં રચાઇ શકે છે ઇતિહાસ, ફાઇનલમાં આ રીતે આમને-સામને આવી શકે છે પંડ્યા ભાઈઓ

Megha

Last Updated: 09:46 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે 23 મેના રોજ રમાશે. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ 24 મેના રોજ એલિમિનેટર મેચ રમશે

  • ગુજરાતની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યું
  • હવે ગુજરાત અને ચેન્નાઈની ટીમ ટકરાશે 
  • ફાઇનલમાં આ રીતે થઈ શકે છે પંડ્યા ભાઈઓની ટક્કર 

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2023માં પ્લેઓફનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ છે. જણાવી દઈએ કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ગઇકાલે રમાયેલી છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યું હતું. આ હારને કારણે RCB પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, જ્યારે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. એટલે કે હવે ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા જ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે.

ગુજરાત અને ચેન્નાઈની ટીમ ટકરાશે 
હવે પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે 23 મેના રોજ રમાશે. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ 24 મેના રોજ એલિમિનેટર મેચ રમશે. જો જોવામાં આવે તો આ વખતે IPLની ફાઇનલ મેચ પણ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ શકે છે. 

ફાઇનલમાં આ રીતે થઈ શકે છે પંડ્યા ભાઈઓની ટક્કર 
સૌથી પહેલા જો ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવશે તો તે ફાઈનલમાં પહોંચી જશે. આવી સ્થિતિમાં લખનૌ સુપર જાયન્ટ્સને એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવવું પડશે, તો બીજી ક્વોલિફાયર મેચ (26 મે)માં લખનૌને ચેન્નાઈ સામે જીત મેળવવી પડશે. જો ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ફાઇનલ મેચ (28 મે) રમે છે તો તે ખૂબ જ ખાસ હશે. આઈપીએલના 15 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે કે જ્યારે બે સાચા ભાઈઓ ફાઈનલ મેચમાં સામસામે હશે અને કેપ્ટનશિપની જવાબદારી પણ સંભાળશે.

હાર્દિક-કૃણાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે
IPL 2023માં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પ્રદર્શન પર નજર કરીએ તો બંનેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જ્યાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, તો કૃણાલ પંડ્યાએ બોલિંગમાં વધુ પ્રભાવ પાડ્યો છે. હાર્દિકે અત્યાર સુધી 13 મેચમાં 28.90ની એવરેજથી 289 રન બનાવ્યા છે અને 3 વિકેટ પણ લીધી છે. બીજી તરફ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ 14 મેચમાં 9 વિકેટ લેવા ઉપરાંત 20ની એવરેજથી 180 રન બનાવ્યા છે.

રાહુલ ઇજાગ્રસ્ત થતાં કૃણાલને કેપ્ટનશીપ મળી હતી
હાર્દિક પંડ્યાને તેની પ્રથમ સિઝનમાં જ ગુજરાત ટાઇટન્સ દ્વારા તેની ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. હાર્દિકે અપેક્ષાઓ પર ખરા ઉતરીને ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું. બીજી તરફ કૃણાલને લખનૌ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ કૃણાલના હાથમાં કેપ્ટનસી આવી ગઈ હતી. કૃણાલ અને હાર્દિક ઘણા વર્ષો સુધી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સાથે રમતા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ